ભારતથી સાઉથ કોરિયા સુધી ૧૦,૦૦૦ દ્ભસ્ લાંબી વાદળોની દીવાલ! 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુલાઈ 2026  |   3069

અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ તસવીરોમાં ભારતથી સાઉથ કોરિયા સુધી ૧૦,૦૦૦ કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી દેખાઈ છે. આ ‘મોનસૂન કન્વર્જન્સ ઝોન’ને કારણે ભારતમાં બમ્પર વરસાદની ચેતવણી અપાઈ છે. છેલ્લા ૨ દિવસમાં સરેરાશ કરતાં ૧૭૦% થી ૧૮૦% વધુ વરસાદ નોંધાયો છે. આને મોનસૂન કન્વર્જન્સ ઝોન કહેવાય છે. આ ત્યારે બન્યો જ્યારે હિંદ મહાસાગરથી આવેલી ભેજવાળી હવાઓ એશિયા તરફ આવી હતી. આ કારણે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, યુપી, પંજાબ, બિહાર, છત્તીસગઢ અને ગુજરાતમાં સતત ૬૦ કલાકથી વરસાદ થઈ રહ્યો છે. આ ઘટના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સૌથી સક્રિય તબક્કાની સાક્ષી પૂરે છે. આ વાદળો બમ્પર વરસાદ લાવીને દેશના જળાશયો ભરી રહ્યા છે, તો બીજી તરફ હિમાચલ-ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પૂર અને લેન્ડસ્લાઇડનો ભય પણ ઊભો થયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution