માતા સાથે સ્કૂટર પર જતી યુવતીને બાઈક સવારોએ રસ્તા પર પટકી જાનથી મારવાની ધમકી આપી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026  |   2277

અમદાવાદના વટવા વિસ્તારમાં શનિવારે સાંજે પોતાની માતા સાથે સ્કૂટર પર જઈ રહેલી ૨૫ વર્ષીય યુવતીને ત્રણ બાઈક સવાર અજાણ્યા શખ્સોએ હેરાન કરી, શારીરિક નુકસાન પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનાની વિગતો મુજબ, વટવામાં રહેતી યુવતી ૧૮ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે આશરે પોણા સાત વાગ્યે તેની માતા સાથે એક્સેસ સ્કૂટર પર ઘરે પરત ફરી રહી હતી. વટવા નારોલ ચાર રસ્તા પાસે ટીવીએસ અપાચે બાઈક પર સવાર ત્રણ શખ્સોએ ચાલુ બાઈકે યુવતી પર થૂંક ફેંક્યું હતું. જ્યારે યુવતીએ તેમને ઠપકો આપી આગળ નીકળવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ ત્રણેય શખ્સોએ તેમનો પીછો શરૂ કર્યો હતો.અંબર હાઇટ્સ ફ્લેટ પાસે ટ્રાફિકમાં ઊભેલી યુવતીના સ્કૂટરને આ શખ્સોએ જાણીજાેઈને પાછળથી જાેરદાર ટક્કર મારી હતી, જેના કારણે માતા-પુત્રી બંને રસ્તા પર નીચે પટકાઈ હતી. આટલેથી ન અટકતા, શખ્સોએ બિભત્સ ગાળો આપી અને “તને ગાડી ચલાવતા નથી આવડતું” કહી ઝઘડો કર્યો હતો. જ્યારે યુવતીએ હિંમત દાખવી આ શખ્સો અને તેમની બાઈકનો વિડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ તેને ગાળો આપી “જાે પોલીસ બોલાવીશ તો તને જાેઈ લઈશ” તેવી ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. વટવા પોલીસે આ મામલે  ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution