લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026 |
1980
દીકરી સાથે રમતાં ૧૩ વર્ષના બાળકને ફરવાના બહાને લઇ જઈ સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરનારા નરાધમની ઈચ્છાપોર પોલીસે ધરપકડ કરી છે. ઇચ્છાપોર પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ક્રિષ્ણા નગર વિસ્તારમાં યાદવ પરિવાર રહે છે. આ જ વિસ્તારની અંજલિ રેસીડેન્સીમાં કૃષ્ણાનંદ ઠાકુરજી મિશ્રા પણ રહે છે. મિશ્રાની દીકરી સાથે યાદવ પરિવારનો ૧૩ વર્ષનો દીકરો કાયમ રમતો હોય છે. ગત છઠ્ઠી તારીખે રાત્રે નવેક વાગ્યે કૃષ્ણાનંદ ક્રિષ્ના નગર પાસેથી પસાર થયો ત્યારે તેને ૧૩ વર્ષનો સગીર એકલો રમતો દેખાયો હતો. આ બાળકને જાેઈ કૃષ્ણાનંદની દાનત બગડી હતી.
હવસખોર કૃષ્ણાનંદ બાળક પાસે ગયો હતો. પોતાની સાથે રમતી છોકરીના પિતા તરીકે એ બાળક કૃષ્ણાનંદનો ઓળખતો હોય તેણે સહજ રીતે વાત કરી હતી. ત્યારબાદ કૃષ્ણાનંદ આ માસૂમને ચાલ આપણે ફરવા જઇએ એમ કહી પોતાની સાથે લઇ ગયો હતો. બાળકને ઠક્કર પેટ્રોલ પંપ પાછળ રેલવે પટરીની આગળ ઝાડી ઝાંખરામાં લઇ જવાયો હતો. આ અવાવરું સ્થળે કૃષ્ણાનંદ મિશ્રાએ બાળકને ધામ ધમકી આપી અર્ધનગ્ન કરી દીધો હતો. બાદમાં મનોવિકૃતે બાળક સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરવા માંડ્યું હતું.
કૃષ્ણાનંદની હરકતોથી ગભરાઈ ગયેલા બાળકે બૂમાબૂમ કરવા માંડી હતી. જેથી કોઇ આવી જશે એમ વિચારી મિશ્રા ગભરાયો હતો. તેણે બાળકને ચૂપ કરાવ્યો અને કપડાં પહેરાવી ઘરે લઇ ગયો હતો. ઘરે પહોંચેલો બાળક ડરેલો દેખાતા માતાએ પૂછ્યું હતું. બાળકે સઘળી હકીકત જણાવતાં માતા ચોંકી હતી. બાદમાં તેણીએ આ અંગે પતિ સાથે ચર્ચા કરી હતી. માસૂમ બાળકને હવસનો શિકાર બનાવનાર કૃષ્ણાનંદ મિશ્રા સામે યાદવ દંપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૩૭(૨), ૧૪૦(૪) ૭૫(૨)તથાધી પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુલ ઓફેન્સ એકટ-૨૦૧૨ ની કલમ ૭,૮,૧૧(૧)(૨), ૧૨, ૧૮ મુજબ ગુનો નોંધી કૃષ્ણાનંદ મિશ્રાની ધરપકડ કરી હતી.