લગ્નના દોઢ મહિના બાદ આ અભિનેત્રી પ્રેગ્નન્ટ,બેબી બમ્પ ફ્લોન્ટ કરતા તસવીર શેર કરી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, એપ્રીલ 2021  |   6039

મુંબઈ

૧૫ ફેબ્રુઆરીએ લગ્ન કરનારી એક્ટ્રેસ દીયા ર્મિજા જલ્દી મા બનવાની છે. તેણે પોતાની પ્રેગ્નન્સી કન્ફર્મ કરતા બેબી બંપ સાથે તસવીર શેર કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ બોલીવૂડ સેલેબ્સ અને ફેન્સ દીયા ર્મિજા અને તેના પતિ વૈભવ રેખી ને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. દીયા ર્મિજાએ એક સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ સાથે જ તેણે સુંદર કેપ્શન પણ આપ્યું છે.

વૈભવ રેખી અને દીયા ર્મિજાએ આ વર્ષે જ દોઢ મહિના પહેલા ૧૫ ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. બનારસી સાડીમાં દીયા ર્મિજાની બ્રાઈડલ લૂકની તસવીરો ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. દીયા હાલ પતિ વૈભવ રેખી અને તેમની દિકરી સાથે માલદીવમાં હોલિડે એન્જાેય કરી રહી છે. હાલમાં તેના વેકેશનની ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેના પતિની દિકરી સાથે તેનુ ખૂબ જ શાનદાર બોન્ડિંગ જોવા મળ્યું હતું. હવે બેબી બંપ સાથે દીયાએ જે તસવીર શેર કરી છે તે માલદીવની છે.ઉલ્લેખનીય છે કે દીયા ર્મિજા અને વૈભવ રેખીના લગ્ન ખૂબ જ નજીકના સંબંધીઓ વચ્ચે થયા હતા. સંબંધીઓ સિવાય બોલીવૂડમાંથી અદિતિ રાવ હૈદરી, લારા દત્તા અને જેકી ભગનાની સામેલ થયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution