લાલ દરવાજાવિસ્તારમાં સીઆઈએસએફના નકલી ડીએસપી તરીકેની ઓળખ આપનાર પંજાબી યુવક ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026  |   1782

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ડીએસપી તરીકેની ખોટી ઓળખ આપતા એક શંકાસ્પદ યુવકને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી ફોર્સના જવાનો જેવા કપડાં પહેરીને ફરતો હતો અને લોકો પર રોફ જમાવવા માટે પેન્ટ પર સીઆઈએસએફના ડીએસપીનું બનાવટી ઓળખપત્ર લગાવ્યું હતું. પોલીસે તેની પાસેથી નકલી ઓળખપત્ર સહિત કુલ ૧૧,૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી વિગતો અનુસાર, ગત ૫ ઑક્ટોબરના રોજ લાલ દરવાજા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. તેના આધારે પોલીસની ટીમે સરદાર બાગ પાસેથી ફોર્સ જેવા કપડાં પહેરીને ફરતા શંકાસ્પદ યુવકને અટકાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક લોકો સમક્ષ પોતે સીઆઈએસએફનો ડીએસપીહોવાની ખોટી ઓળખ આપતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતાં આરોપી મૂળ પંજાબનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. તેનું પૂરું નામ અઝમા એ સિકંદર મોહંમદ અખ્તર કમ્બોઝ અને ઉંમર ૩૧ વર્ષ હોવાનું પોલીસે જણાવ્યું હતું.આરોપીની તપાસ દરમિયાન પોલીસને ઝ્રૈંજીહ્લના ડીએસપીનું બનાવટી ઓળખપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ ફોન અને ૧,૧૨૦ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે કુલ ૧૧,૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કોઈ સરકારી અધિકારી કે રાજ્ય સેવક ન હોવા છતાં જાહેર સ્થળે સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખનો ઉપયોગ કરતો હતો.ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક કાર્યવાહી બાદ આરોપીને વધુ તપાસ માટે કારંજ પોલીસને સોંપ્યો હતો. કારંજ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેણે સીઆઈએસએફના ડીએસપી તરીકેની ખોટી ઓળખ આપીને કોઈની પાસેથી નાણાં પડાવ્યાં છે કે અન્ય કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરી છે કે કેમ, તે દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછમાં વધુ નવી વિગતો સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution