લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026 |
2871
અમદાવાદ શહેરમાં બેફામ સ્પીડે દોડતા ભારે વાહનોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જુહાપુરા વિસ્તારમાં બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માતમાં ભીમકુમાર મહતો નામના નિર્દોષ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મળતી વિગતો અનુસાર, જુહાપુરા વિસ્તારમાં જાહેર રોડ પર હાલ સમારકામ તથા રોડની કામગીરી ચાલુ હોવાથી અડધો રોડ કે એક તરફની લેન બંધ રાખવામાં આવી છે. આ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક ભીમકુમાર મહતો બાજુમાં જ ચાલી રહેલા રોડના કામમાં મજૂરીકામ કરી રહ્યો હતો. આજે બપોરના સુમારે જ્યારે તે રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે જ કાળ બનીને પૂરઝડપે આવેલા એક ડમ્પરે તેને જાેરદાર અડફેટે લીધો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક જમીન પર પટકાઈ ગયો હતો અને ડમ્પરના ટાયરમાં ફસાઈને થોડે દૂર સુધી ઘસડાયો હતો. યુવકના શરીર પર ડમ્પરનું ટાયર ફરી વળતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ પર જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.આ ભયાનક અકસ્માત દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલી એક એક્ટિવા ચાલક મહિલા પણ ટક્કર વાગતા નીચે પટકાઈ હતી, પરંતુ સદ્ભાગ્યે તેનો જીવ બચી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ ગભરાયેલો ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે હોસ્પિટલ મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે અકસ્માત સ્થળના સીસીટીવી ફૂટેજ (ઝ્રઝ્ર્ફ ર્હ્ર્લંટ્ઠખ્તી) કબ્જે કરીને ફરાર ડમ્પર ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે આક્રોશ અને રોષ જાેવા મળી રહ્યો છે.