/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રિમાન્ડ મળતાં મોડી સાંજે આરોપીઓનેે સાથે રાખી લેક ઝોન પર તપાસ કરાઈ

પોલીસે ગઈ કાલે ધરપકડ કરેલા તમામ છ આરોપીઓને કોર્ટમાં રજુ કરી તેઓના રિમાન્ડની માગણી કરી હતી જેમાં તમામને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો. રિમાન્ડ લઈને પોલીસ આરોપીઓને લઈને લેકઝોન પર લઈ આવી હતી. એક તબક્કે આરોપીઓને રિકન્ટ્રકશન માટે લવાયાની વાતે તળાવમાં ફરી હોડી ઉતરાવીને બોટ ડુબી તેનું રિકન્ટ્રશન કરાશે તે વાતે ઉત્તેજના ફેલાઈ હતી. જાેકે આ બનાવની તપાસ કરતી સીટના સભ્ય ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે રિકન્સ્ટ્રકશન માટે નહી પરંતું તપાસ અને ટેકનીકલ વિગતો મેળવવા માટે આરોપીઓને લેકઝોન પર લવાયા છે. આજે મોડી સાંજે પોલીસ ઉચ્ચાધિકારીઓ, એફએસએલની ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો સાથે આરોપીઓને લેકઝોન પર લાવીને તપાસમાં ખુટતી ટેકનીકલ બાબતો અંગે પુછપરછ કરાઈ હતી તેમજ દુર્ઘટનાવાળી બોટની ચકાસણી કરી લેકઝોનમાં કેટલી જેટી છે, કેટલા લાઈફ જેકેટ છે અને જે લાઈફ જેકેટ છે તે દુર્ઘટનાના સમયે સહેલાણીઓના બચાવ કરવા માટે કેટલા સક્ષમ છે તેની તપાસ કરાઈ હતી. દરમિયાન આરોપીઓ સાથે રાખીને કરાયેલી કામગીરી જાેવા માટે લેકઝોન પર ફરી ટોળેટોળાં ભેગા થયા હતા.

કોર્પોરેશન, કલેક્ટર કચેરીને આરોપી બનાવો ઃ સુપ્રીમમાં પીઆઈએલ

વડોદરા હરણી લેક ઝોન ઘટનામાં એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. ઉત્કર્ષ દવે દ્વારા મોરબીની ઘટનામાં પણ સુપ્રીમમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આ બાબતે એડવોકેટ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું એક, સુપ્રીમ કોર્ટ પાસે માંગ છે કે, આ બાબતે નિષ્ણાત સમિતિની નિમણૂક થવી જાેઈએ. કુલ ૧૪ લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરીની ઘોર બેદરકારી છે. આ ઘટનામાં મ્યુ. કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટરની કચેરીમાંથી જવાબદારોને આરોપી બનાવવામાં આવે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution