લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026 |
2574
ડિંડોલીમાં રહેતાં આહિરે પરિવારે દીકરી પ્રાંજલ ( ઓળખ બદલી છે)ની સગાઈ ત્રણ મહિના પહેલા વિક્કી સાથે કરાવી હતી. વિક્કી સાથે સગપણ નક્કી થતા બાદ કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા પ્રાંજલની બદનામી કરવા માંડી હતી. સગાઇના એક મહિના બાદ વીકી આગલે નામની ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવલી તેની ઉપર પ્રાંજલનો આપત્તીજનક ફોટો મૂકાયો હતો. ત્યારપછી આ જ આઇડી ઉપર પ્રાંજલના ફોટા અભદ્ર લખાણ સાથે અપલોડ કરાયા હતાં.
અજાણ્યા દ્વારા પ્રાંજલના એઆઇ પરથી ન્યુડ ફોટા જનરેટ કરાયા અને પછી તે પણ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં મૂકાયા હતાં. અઠવાડિયા પછી ભરતદેસાઇ નામની આઇડી પરથી પ્રાંજલની માતાના પણ એઆઇ જનરેટેડ ન્યુડ ફોટા અપલોડ કરાયા હતાં. સગાઇના કારણે દુભાયેલી હોવાનું જણાતી વ્યક્તિ પ્રાંજલ બાદ તેની માતા સુધી પહોંચી હતી. એ વ્યક્તિએ પ્રાંજલ અને તેની માતાના એક સાથે ન્યુડ ફોટાનો એઆઇ જનરેટેડ વીડિયો બનાવ્યો અને એ પણ વાયરલ કર્યો હતો.
સોશિયલ મીડિયામાં એઆઇ જનરેટેડ અશ્લિલ ફોટાઓ મૂકી સમાજમાં બદનામી કરી રહેલા વ્યક્તિ અંગે પ્રાંજલ દ્વારા તપાસ કરાઇ હતી. જેમાં એવી વાત જાણવા મળી હતી કે, તેની સગાઇ જેની સાથે કરવામાં આવી છે એ વિક્કીને છ વર્ષથી ભૂમિકા ધર્મેશભાઇ ધુલિયા (રહે, પાલ) સાથે અંગત રિલેશન હતાં. જેથી વિક્કીએ પ્રાંજલ સાથે સગાઇ કરી લેતા ભૂમિકાની લાગણી દુભાઈ હતી. ભૂમિકાએ વિક્કી તેની પ્રાંજલ સાથેની સગાઇ તોડી નાંખે એ ઇરાદે ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ આઇડી બનાવી તેણીના ન્યુડ ફોટા જનરેટ કરી અપલોડ કરવા માંડી હતી. જેથી પ્રાંજલે ડિંડોલી પોલીસનો સંપર્ક કરી ભૂમિકા સામે ફરિયાદ નોંધાવી હતી.