ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, નવેમ્બર 2026  |   1881


ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમે. ૩૮ વર્ષીય મેક્સવેલ ટી૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. તેણે જૂન ૨૦૨૫માં વનડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી હતી.તેણે લિસ્ટ એ અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. જાેકે, તે મેલબોર્ન સ્ટાર્સ માટે બિગ બેશ લીગમાં રમવાનું ચાલુ રાખશે. ટીમ સાથેનો તેનો કરાર ૨૦૨૭-૨૮ સીઝન સુધી ચાલુ રહેશે. તે ૈંઁન્માં પણ રમી શકે છે.મેક્સવેલનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી ૨૦૨૬માં ટી૨૦ વર્લ્ડ કપમાં ઓમાન સામે હતો. આ ઓસ્ટ્રેલિયાનો છેલ્લો ગ્રુપ મેચ હતો. મેક્સવેલે ૨૦૧૨ માં પાકિસ્તાન સામે ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ૧૩૦ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨,૮૯૭ રન બનાવ્યા છે. તે આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો ત્રીજાે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેના નામે પાંચ સદી છે.તેણે ઓસ્ટ્રેલિયા માટે સાત ટેસ્ટ રમી હતી, જેમાં તેણે ૩૩૯ રન બનાવ્યા હતા. તેની એકમાત્ર ટેસ્ટ સદી ૨૦૧૭ માં રાંચીમાં ભારત સામે આવી હતી. મેક્સવેલે કહ્યું કે તેના ભવિષ્ય વિશે ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. “ધ ફાઇનલ વર્ડ” પોડકાસ્ટમાં, તેણે સમજાવ્યું કે ટી૨૦ વર્લ્ડ કપ પહેલા અને પછી ચર્ચાઓ થઈ હતી.તેણે કહ્યું, ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ દબાણ નહોતું. અમે વાપસી માટે દરવાજા ખુલ્લા રાખ્યા હતા. ટીમ કેટલીક શ્રેણીમાં નવા ખેલાડીઓને તક આપવા માંગતી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution