વર્ગ-૧થી ૩ની ભરતીના નિયમોમાં સુધારા, અનુભવ અને પ્રમોશનના માપદંડ સ્પષ્ટ કરાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, ઓક્ટોબર 2026  |   2178

ગુજરાત સરકાર દ્વારા વર્ગ-૧થી વર્ગ-૩ની ભરતી માટેના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયામાં મહત્ત્વના સુધારા કરવામાં આવ્યા છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ભરતીના નિયમો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા નિયત મોડેલ ફોર્મ-૧થી મોડેલ ફોર્મ-૪માં સુધારા કરીને તમામ સંબંધિત વિભાગોને નવા સુધારા મુજબ ભરતીના નિયમો તૈયાર કરવા સૂચના આપી છે. આ સુધારામાં સીધી ભરતી માટેના અનુભવની જાેગવાઈઓ, રજિસ્ટ્રેશનની શરતો અને બઢતી માટેના માપદંડને લગતી જાેગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સરકારના આ ર્નિણયનું મહત્ત્વ એ છે કે વિવિધ સંવર્ગોની ભરતી માટે નિયમો ઘડતી વખતે વિભાગો કઈ જાેગવાઈઓનો સમાવેશ કરે અને ઉમેદવારની લાયકાત કેવી રીતે નિર્ધારિત કરવામાં આવે તે અંગે માર્ગદર્શક સ્પષ્ટતા કરવામાં આવી છે. જાેકે, આ સુધારાને તમામ ભરતીમાં નવી લાયકાત કે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત તરીકે જાેવાને બદલે ભરતીના નિયમો તૈયાર કરવા માટેના મોડેલ ફોર્મમાં કરવામાં આવેલા ફેરફાર તરીકે સમજવો જરૂરી છે.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં અગાઉના ભરતી નિયમોના મોડેલ ફોર્મમાં અનુભવ અને રજિસ્ટ્રેશન સંબંધિત જાેગવાઈઓમાં સુધારો કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. તે મુજબ મોડેલ ફોર્મ-૧થી મોડેલ ફોર્મ-૪માં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી સંબંધિત વિભાગો ભરતીના નિયમો તૈયાર કરતી વખતે સુધારેલી જાેગવાઈઓનો અમલ કરી શકે.સીધી ભરતીમાં અનુભવની ગણતરી અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સુધારેલા મોડેલ ફોર્મમાં સમકક્ષ હોદ્દા પરના અનુભવને ધ્યાનમાં લેતી જાેગવાઈમાં ફેરફાર કરાયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution