વિરોધ વચ્ચે નેતન્યાહૂ ગાઝા પર કબજો કરવાના મૂડમાં?, ભૂખમરાં-કુપોષણથી વધુ 8ના મોત,
06, ઓગ્સ્ટ 2025 જેરૃસલેમ   |   2079   |  

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થતાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે

ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ ગાઝામાં 22 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ માટે એક વ્યૂહનીતિને અંતિમ રૂપ આપવાના હેતુથી વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની મુલાકાત લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, નેતન્યાહૂએ ગાઝા પટ્ટી પર પૂર્ણ સૈન્ય કબ્જો કરવાનું સમર્થન કર્યું છે. કબ્જે કરવામાં આવેલા પેલેસ્ટાઇન વિસ્તારમાં ભૂખ અને ભયાનક સ્થિતિને સમાપ્ત કરવા યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણ છતા ઈઝરાયલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સમૂહ હમાસ વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થતાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લાં 24 કલાકમાં બીજા 8 લોકો કુપોષણથી મોતને ભેટ્યા છે. જોકે, 79 અને લોકોએ તાજેતરના ઈઝરાયલ ગોળીબારમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઈઝરાયલ પ્રમુખના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, નેતન્યાહૂએ લગભગ ત્રણ કલાક સુધી એક સીમિત સુરક્ષા ચર્ચા કરી. તેમાં સેનાના પ્રમુખ ઈયાલ ઝમીરે ગાઝામાં ઓપરેશન શરૂ રાખવાનો વિકલ્પ રજૂ કર્યો છે.

એક ઈઝરાયલી માધ્યમના અહેવાલ અનુસાર, નેતન્યાહૂ આખા વિસ્તારમાં નિયંત્રણ લાદવા તરફ વધી રહ્યા છે. જેનાથી 2005માં ગાઝાથી દૂર હટવાનો નિર્ણય પણ પલટાવી દેવામાં આવશે. જોકે, તેની સરહદો પર નિયંત્રણ કાયમ રહેશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution