લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, ઓગ્સ્ટ 2026 |
2871
ભારત સહિત વિશ્વભરની મધ્યસ્થ બેંકો ગોલ્ડ રિઝર્વ (સોનાના ભંડાર)ને મજબૂત કરવામાં લાગી છે, ત્યારે રાષ્ટ્રપતિ પુતિનના નેતૃત્વ હેઠળ રશિયાએ લીધેલા એક પગલાંથી વૈશ્વિક બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. યુક્રેન સાથે ચાલી રહેલા લાંબા યુદ્ધ અને પશ્ચિમી દેશોના આકરા આર્થિક પ્રતિબંધો સામે ઝઝૂમી રહેલા રશિયાએ પોતાના અનામત ખજાનામાંથી ૫૦ હજાર કિલોથી વધુ (આશરે ₹૮૦,૬૧૯ કરોડથી વધુ) સોનું અચાનક વેચી નાખ્યું છે. આ વેચાણને કારણે દેશનું ગોલ્ડ રિઝર્વ છેલ્લા ૬ વર્ષની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયું છે. ‘બેન્ક ઓફ રશિયા’ દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકૃત આંકડા અનુસાર, વર્ષની શરૂઆતથી ઓગસ્ટ સુધીમાં સોનાના અનામત ભંડારમાં ૧.૬ મિલિયન ઓંસ (આશરે ૪૦,૭૬૫ કિલોગ્રામ) નો મોટો કડાકો બોલાઈ ગયો છે.
દેશ પાસે હાલ માત્ર ૭૩.૨ મિલિયન ઓંસ સોનાનો સ્ટોક બચ્યો છે, જે જાન્યુઆરી ૨૦૨૦ પછીનો સૌથી ઓછો જથ્થો છે. માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં રશિયાના ગોલ્ડ રિઝર્વની વેલ્યુમાં આશરે ૩૩.૭ બિલિયન ડોલર (આશરે ૩.૨૧ લાખ કરોડ)નો જંગી ઘટાડો થયો છે.