જુહુમાં ૭૧૧ કરોડમાં આખો ટાવર ખરીદ્યો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, સપ્ટેમ્બર 2026  |   2970

પ્રખ્યાત શેરબજાર બ્રોકરેજ ફર્મ એન્જલ વનના સ્થાપક અને એમડી દિનેશ ઠક્કરે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક એવો સોદો કર્યો છે જેની કોર્પોરેટ જગતથી લઈને સામાન્ય લોકો સુધી વ્યાપક ચર્ચા થઈ રહી છે. તેમણે મુંબઈના સૌથી પોશાક વિસ્તાર જુહુમાં એક આખો લક્ઝરી રહેણાંક ટાવર રૂા.૭૧૧ કરોડમાં ખરીદ્યો છે.

મુંબઈના જુહુમાં દેશના સૌથી મોટા લક્ઝરી હોમ ડીલ્સમાંના એકે વ્યાપક ધ્યાન ખેંચ્યું છે. એન્જલ વનના સ્થાપક, ચેરમેન અને મેનેજિગ ડિરેક્ટર દિનેશ ઠક્કરે રૂા.૭૧૧ કરોડથી વધુ કિમતે આખો લક્ઝરી રહેણાંક ટાવર ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, તેમણે માત્ર એક ફલેટ જ નહીં, પરંતુ એક આખી G+7  બિલ્ડિંગ ખરીદી હતી. દિનેશ ઠક્કર ૪૦ વર્ષના થયા ત્યાં સુધી ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અહેવાલ મુજબ, આ મિલકત મુંબઈના જુહુ તારા રોડ પર સ્થિત એમ્બેસી ટેરાઝામાં સ્થિત છે. દિનેશ ઠક્કર જે ટાવર ખરીદી રહ્યા છે તેનો RERA કાર્પેટ એરિયા આશરે ૬૩,૦૦૦ ચોરસ ફૂટ છે. આ સોદાની કિમત રૂા.૭૧૧ કરોડથી વધુ છે, જે પ્રતિ ચોરસ ફૂટ આશરે રૂા.૧.૧૩ લાખ થાય છે. આને જુહુમાં રહેણાંક મિલકત માટે એક નવો રેકોર્ડ માનવામાં આવી રહ્યો છે. એમ્બેસી ડેવલપમેન્ટ્સે આ સોદાને ભારતના સૌથી મોટા સિગલ રેસિડેન્શિયલ યુનિટ ટ્રાન્ઝેક્શન તરીકે વર્ણવ્યો છે.

આ સોદાનું સૌથી આશ્ચર્યજનક પાસું તેની કિંમત છે. આ લક્ઝરી મિલકતની પ્રતિ ચોરસ ફૂટ કિમત રૂા. ૧ લાખથી વધુ છે, જે તેને તાજેતરના સમયમાં મુંબઈના સૌથી મોંઘા અને પ્રીમિયમ રિયલ એસ્ટેટ સોદાઓમાંનો એક બનાવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution