રૂ. ૨૦૦૦થી વધુના પેટ્રોલની ખરીદી UPI પેમેન્ટથી નહીં સ્વીકારવામાં આવે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, સપ્ટેમ્બર 2026  |   2574

દેશના વિવિધ ભાગોમાંUPI પેમેન્ટ પર સ્ડ્ઢઇ ચાર્જને લઈને વિરોધ જાેવા મળી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં સરકારના આ ર્નિણયનો વિરોધ થઈ રહ્યો છે, કેટલાક લોકોમાં MDRના નિયમને લઈને કન્ફ્યુઝન પણ છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશને જાહેરાત કરી છે કે તેઓ ૧૬ ઓક્ટોબરથી રૂપિયા ૨૦૦૦થી વધુની પેટ્રોલ-ડીઝલની ખરીદી પરUPI ચૂકવણી સ્વીકારશે નહીં. મધ્ય પ્રદેશ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખે નિવેદન બહાર પાડીને કહ્યું કે- જાે સરકાર MDR  પાછો નહીં ખેંચે, તો સંગઠનના સભ્યોએ ૧૬ ઓક્ટોબરથી પોતાના પેટ્રોલ પંપો પર રૂપિયા ૨૦૦૦થી વધુનુંUPI ચૂકવણું સ્વીકાર ન કરવાનો ર્નિણય લીધો છે. ફક્ત રોકડું પેમેન્ટ જ થશે.

મધ્ય પ્રદેશ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખનું માનીએ તો નવી વ્યવસ્થા હેઠળ એક પેટ્રોલ પંપને દર મહિને આશરે રૂપિયા ૧૭,૭૦૦નું નુકસાન સહન કરવું પડશે. કારણ કે પહેલેથી જ અમારું માર્જિન ઓછું છે, તેથી અમે આ વધારાનો ખર્ચ ઉઠાવી શકીએ તેમ નથી.

જણાવી દઈએ કે, ૧૫ ઓક્ટોબરથી વેપારીને કરવામાં આવતા રૂપિયા ૨૦૦૦થી વધુનાUPI ચૂકવણા પર ૦.૪ ટકાની MDR  ફી લાગુ થઈ જશે. આ MDR  ફીની ચૂકવણી ગ્રાહકે કરવાની રહેશે નહીં, તેની ચૂકવણી વેપારીઓ કરશે. રૂપિયા ૨૦૦૦થી વધુના પેટ્રોલ-ડીઝલ કે ઝ્રદ્ગય્ની ખરીદી પર રૂપિયા ૫નો ફિક્સ MDR લાગશે. તેથી વેપારીઓUPIથી ચૂકવણી સ્વીકારવા પર  MDR  ફી વસૂલવામાં આવવાના વિરોધમાં આવી ગયા છે. રેલવે ટિકિટ, પેટ્રોલ પંપ, વીમો અને ટેલિકોમ જેવી આવશ્યક સેવાઓ પર ટકાવારીના આધારે ચાર્જ લગાવવાને બદલે માત્ર ૫ રૂપિયાનો ફ્લેટ MDRનક્કી કરવામાં આવ્યો છે. તેનો સીધો અર્થ એ છે કે જાે તમે રૂપિયા ૨,૦૦૦થી વધુની કોઈ પણ ચૂકવણી (ભલે રૂપિયા ૨૫૦૦નું પેટ્રોલ પુરાવો કે રૂપિયા ૫૦,૦૦૦નું વીમા પ્રીમિયમ ભરો)થી કરો છો, તો મર્ચન્ટ પર માત્ર રૂપિયા ૫નો ફિક્સ્ડ ચાર્જ લાગશે. મોટા વેપારીઓને રાહત આપવા માટે રૂપિયા ૭૫,૦૦૦ કે તેથી વધુના મોટા ચૂકવણા પર સ્ડ્ઢઇની મહત્તમ સીમા રૂપિયા ૩૦૦ નક્કી કરવામાં આવી છે. ભલે વ્યવહાર રૂપિયા ૧ લાખનો હોય કે રૂપિયા ૫ લાખનો, ચાર્જ રૂપિયા ૩૦૦થી વધુ હોઈ શકે નહીં.શાકભાજી વેચનારા, ચાની દુકાનવાળા, નાના કરિયાણાના દુકાનદાર અને ઓટો ડ્રાઇવર મોટા પાયે QR  કોડનો ઉપયોગ કરે છે. આવા નાના વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. જે નાના દુકાનદાર અને વેન્ડર્સનીUPI QR કોડ મારફતે મહિનાની કુલ ડિજિટલ ચૂકવણી રૂપિયા ૧ લાખ સુધીની છે, તેમનેP2PM કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ દુકાનદારો માટે તમામ ટ્રાન્ઝેક્શન પર MDR  સંપૂર્ણપણે શૂન્ય (૦%) રહેશે, ભલે ટ્રાન્ઝેક્શન રૂપિયા ૨,૦૦૦થી ઉપરનું જ કેમ ન હોય.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution