સમીની બંધ મિલના કમ્પાઉન્ડમાંથી ૬થી ૭ મહિનાની માસૂમ બાળકી મળી આવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026  |   1782

પાટણના સમી તાલુકામાં કઠીવાડા નજીક બંધ જિનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી ૬થી ૭ મહિનાની માસૂમ બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. રડવાનો અવાજ સાંભળીને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પાટણ જિલ્લાના સમી તાલુકામાં માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સમી તાલુકાના કઠીવાડા બસ સ્ટેન્ડથી સમી તરફ જવાના રસ્તે આવેલી એક બંધ કપાસની જિનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડના દરવાજા પાસેથી અંદાજે ૬થી ૭ મહિનાની માસૂમ બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકીનો રડવાનો અવાજ આવતાં સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા. જાેકે, સ્થળ પર બાળકીના વાલી-વારસ અંગે શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. માસૂમ બાળકી રઝળતી હાલતમાં મળી હોવાની જાણ થતાં જ સમી પોલીસ મથકની ઁઝ્રઇ-૧૧૨ જનરક્ષક વાનની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે બાળકીને પોતાના કબ્જામાં લઈને ત્વરિત સુરક્ષા પૂરી પાડી હતી. ત્યારબાદ માસૂમ બાળકીને પ્રાથમિક આરોગ્ય તપાસ અને સારવાર અર્થે પહેલા સમી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ વધુ આત્યંતિક સારવાર તથા સંભાળ માટે ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. કૂંપળ જેવી માસૂમ બાળકીને બંધ મિલમાં ત્યજી દેવાની ઘટનાથી આજુબાજુના વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ માસૂમ બાળકી કોની છે અને તેને આ રીતે અવાવરૂ જગ્યાએ કોણ તરછોડી ગયું તે દિશામાં સમી પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના રસ્તાઓના સીસીટીવી ફૂટેજ તેમજ ગુમ થયેલા બાળકો અંગેની માહિતીના આધારે પોલીસ બાળકીના ર્નિદયી વાલી-વારસની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution