/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગુજરાતના આ સ્થળે ઇતિહાસને ઉજાગર કરતી પ્રાચીન મૂર્તિઓ મળી આવી 

મહેસાણા-

મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની સરહદે મૂળ ગાંધીનગર જિલ્લામાં આવેલા માણસા તાલુકામાં વિહાર ગામે વિહરિયા હનુમાન મંદિર પાસે કેન્દ્રીય પુરાતત્વ વિભાગે ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે તે પહેલાં કરાયેલા એક સર્વેમાં તંત્રના હાથે સોલંકી કાળની હનુમાનજી મંદિરમાં પૂજાતી હનુમાન દાદાની મૂર્તિ અને સ્વામિનારાયણ મંદિરમાં આવેલી વરાહ ભગવાનની મૂર્તિ ભારતભરમાં એક માત્ર હોવાની અને તે દુર્લભ મૂર્તિ પણ સોલંકી કાળની હોવાની માહિતી સામે આવી છે.

વિહાર ગામ એક બૌદ્ધ વિહારની જેમ હોવાનો એક અણસાર છે. જો કે ભૂતકાળમાં અહીં 80 વર્ષ પહેલા દુર્લભ એવી વરાહ ભગવાનની અતિપ્રાચીન સોલંકી કાળની મૂર્તિ, શંખ, શાલિગ્રામજી અને માટીના પાત્ર જેવી પૌરાણિક ચીજ-વસ્તુઓ મળી આવી હતી. જેમાં વરાહ ભગવાનની મૂર્તિ અતિ દુર્લભ હોવાનું મનાય છે અને તે મૂર્તિના મુખના ભાગે વિષ્ણુ ભગવાનની નાની મૂર્તિ, આગળના ભાગે દેવી-દેવતાની બે મોટી મૂર્તિ, મૂર્તિના પૂંછના ભાગે કોતરણી યુક્ત પાત્ર, અને મૂર્તિની પીઠ પર વાસુકી નાગ સાથે સમુદ્ર મંથનનો પ્રસંગ દર્શાવતા દેવ-દાનવોની પ્રતિમાઓ અને ચારે પગ પર ભગવાનની પ્રતિમાઓ કોતરેલી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution