આંદામાન-નિકોબાર કોરોનાથી મુક્ત થનાર દેશનુ પહેલુ રાજ્ય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ફેબ્રુઆરી 2021  |   3861

દિલ્હી-

કોરોના સામે ચાલી રહેલા જંગમાં હવે ભારતમાં કોરોનાનુ સંક્રમણ ઘટી રહ્યુ હોય તેવો ટ્રેન્ડ હાલમાં જાેવા મળી રહ્યો છે.લગભગ એક વર્ષથી ચાલી રહેલી આ મહામારી વચ્ચે એક ઉત્સાહજનક વાત એ છે કે, ભારતનુ એક રાજ્ય સત્તાવાર રીતે કોરોના મુક્ત બન્યુ છે.મળતી વિગતો પ્રમાણે આંદામાન નિકોબારમાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નથી.સ્વાસ્થ્ય વિભાગની વેબસાઈટ પર પણ આ જાણકારી આપવામાં આવી છે.

જે પ્રમાણે અહીંયા કોરોનાના જે છેલ્લા ચાર દર્દીઓ હતા તે પણ પૂરી રીતે સાજા થઈ ગયા છે.અહીંયા 4932 કેસ નોંધાયા હતા અને તેમાંથી ૬૨ લોકોના મોત થયા હતા.જાેકે આંકડા બતાવી રહ્યા છે કે, છેલ્લા 6 દિવસથી આંદામાન નિકોબારમાં કોરોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી.છેલ્લા ૨૪ કલાકમાં એક પણ વ્યક્તિનુ મોત પણ થયુ નથી. જાેકે તેની સામે કેરલમાં સ્થિતિ સારી નથઈ.કેરાલામાં હાલમાં દેશના કુલ કેસ પૈકીના 50 ટકા જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 70,000 જેટલા દર્દીઓ છે.આખા દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 1.61 લાખ જેટલી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution