આંકલાવના પીઆઈ ૪૦ હજારની લાંચ લેતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓક્ટોબર 2026  |   1881

આણંદ એલસીબી માં ફરજ બજાવતા પીઆઇ થોડા સમય પૂર્વે લાંચ લેતાં ઝડપાયા ના બનાવ બાદ ગત સાંજે આંકલાવ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ વનાર પોલીસ મથકમાં જ રૂપિયા ૪૦ હજારની લાંચની રકમ લેતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર ત્રણ માસ પૂર્વે આણંદ એલસીબી પીઆઇ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયાના બનાવ બન્યા બાદ ગત સાંજે આંકલાવ વિસ્તારમાં પ્રદુષણ ફેલાવતી ફેક્ટરી ના સંચાલકને બોલાવી તમે પ્રદુષણ ફેલાવો છો.ફેકટરી બંધ કરાવી દઇશની ધમકી આપી એ.સી.ની માંગ કરતાં તે ના પાડતાં રૂપિયા ૪૦ હજારની માંગણી કરતાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય આણંદ એસીબી ને જાણ કરતાં ગત સાંજે આંકલાવ પોલીસ મથકમાં જ લાંચનુ છટકું ગોઠવી પીઆઇ વનાર રૂપિયા ૪૦ હજાર ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ જતાં એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. છેલ્લા ચાર માસમાં આણંદ પંથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારી લાંચ લેતાં ના ગુનામાં સંડોવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution