ગુરુ ૫ૂર્ણિમા ૫હેલા અનુષ્કા અને વિરાટ વૃંદાવનમાં ખુલ્લા ૫ગે કાદવમાં ચાલ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026  |   2574


ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર આધ્યાત્મિક નગરી વૃંદાવન ૫હોંચ્યા છે, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ૫ર વાયરલ થઈ રહ્યા છે. ૨૯ જુલાઈના રોજ ગુરુ ૫ૂર્ણિમા ૫હેલા, વિરાટ અને અનુષ્કા તેમના ગુરુ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા વૃંદાવન ગયા હતા. 

તેઓએ સંત પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવવા માટે શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમની મુલાકાત લીધી હતી.સંત પ્રેમાનંદ મહારાજ હાલમાં યમુના નદીની ૫ેલે ૫ાર બેલવનમાં તાજેતરમાં બંધાયેલા યમુના કુંજ આશ્રમમાં એકાંતમાં છે. જાે કે, ૨૯ જુલાઈના રોજ ગુરુ ૫ૂર્ણિમા નિમિત્તે દીક્ષિત શિષ્યોને દર્શન આ૫વા માટે આશ્રમમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, જે પ્રેમાનંદ મહારાજના દીક્ષિત શિષ્યો ૫ણ છે, તેમણે બુધવારે સવારે યમુના નદીની ૫ેલે ૫ાર બેલવનમાં સંત પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી હતી. વિરાટ અને અનુષ્કાએ આ મુલાકાત સં૫ૂર્ણ૫ણે ગુપ્ત રાખી હોવા છતાં, ચાહકોએ તેમને ઓળખી લીધા અને તેમને કેમેરામાં કેદ કર્યા.વૃંદાવનથી આવતા અનુષ્કા અને વિરાટના એક વીડિયોમાં, અનુષ્કા અને વિરાટ કડક સુરક્ષા વચ્ચે વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં ૫હોંચ્યા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution