લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026 |
3465
ભારતમાં ૨૭ ઓક્ટોબરથી યોજાનારી એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માંથી પાકિસ્તાને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાન હોકી ફેડરેશન (ઁૐહ્લ)એ બંને દેશો વચ્ચેના રાજકીય તણાવનો હવાલો આપીને પોતાની મેચ તટસ્થ સ્થળે યોજવાની માગ કરી હતી.
ભારતે ટુર્નામેન્ટને બીજા દેશમાં યોજવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ પાકિસ્તાનની જગ્યાએ બાંગ્લાદેશને ૬ ટીમની આ ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. સ્પર્ધા ૫ નવેમ્બર સુધી જાલંધર અને મોહાલીમાં રમાશે.
પાકિસ્તાન હોકી ફેડરેશને એશિયન હોકી ફેડરેશન (છૐહ્લ)ને પોતાની મેચો ભારતની બહાર યોજવાની વિનંતી કરી હતી. ઁૐહ્લનું કહેવું હતું કે વર્તમાન રાજકીય તણાવ વચ્ચે તેના ખેલાડીઓની સુરક્ષા અને સન્માન પ્રાથમિકતા છે.
પાકિસ્તાને એમ પણ કહ્યું હતું કે તેની ટીમ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (હ્લૈંૐ) સાથે જાેડાયેલી કોઈપણ ટીમ, અહીં સુધી કે ભારત સામે પણ રમવા તૈયાર છે, પરંતુ મુકાબલા તટસ્થ સ્થળે યોજાવા જાેઈએ. આ પહેલાં એવા અહેવાલો આવ્યા હતા કે પાકિસ્તાની ટીમનો ભારત પ્રવાસ તેની સરકારની મંજૂરી મળવા પર ર્નિભર હતો.
ભારતે પાકિસ્તાનની માગ સ્વીકારી નહીં અને ટુર્નામેન્ટને નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજવાનો ર્નિણય કર્યો. ત્યારબાદ પાકિસ્તાને સ્પર્ધામાંથી ખસી જવાનો ર્નિણય લીધો. એશિયન હોકી ફેડરેશને તેની જગ્યાએ બાંગ્લાદેશને સામેલ કર્યું.
પાકિસ્તાન આ પહેલાં પણ ભારતમાં આયોજિત હોકી ટુર્નામેન્ટમાંથી હટી ચૂક્યું છે. તેણે ભારતમાં યોજાયેલા એશિયા કપમાં ભાગ લીધો નહોતો. આ ઉપરાંત, પાકિસ્તાનની જુનિયર હોકી ટીમે ૨૦૨૫માં ભારતમાં આયોજિત જુનિયર વર્લ્ડ કપમાંથી પણ નામ પાછું ખેંચી લીધું હતું.એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ ફેઝની તમામ મેચ જાલંધરના ઓલિમ્પિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ નોકઆઉટ મેચ મોહાલીના ઓલિમ્પિયન બલબીર સિંહ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમમાં રમાશે.
ટુર્નામેન્ટનું આયોજન ૨૭ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધી થવાનું છે. પાકિસ્તાનના ખસી જવા અને બાંગ્લાદેશના સમાવેશ બાદ ટુર્નામેન્ટમાં ભારત, બાંગ્લાદેશ, મલેશિયા, ચીન, જાપાન અને સાઉથ કોરિયાની ટીમ ભાગ લેશે.એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત ૨૦૧૧માં થઈ હતી. ભારતીય ટીમ અત્યાર સુધીમાં ૪ વખત આ ખિતાબ જીતી ચૂકી છે. ૨૦૧૮માં મસ્કટ (ઓમાન)માં રમાયેલી ટુર્નામેન્ટમાં વરસાદને કારણે ફાઇનલ પૂર્ણ થઈ શકી નહોતી. ત્યારબાદ ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.