લુણાવાડા નગરમાં ચાર જવેલર્સની દુકાનમા ચોરીનો પ્રયાસ -ફફડાટ
22, માર્ચ 2021

લુણાવાડા

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં ચાર જવેલર્સની દુકાનના અને એક કાપડની દુકાનના તાળા તોડીને તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો જેમાં જવેલર્સની દુકાનમાંથી કોઇ ચોરી થઇ નહોતી જયારે કાપડની દુકાનમાંથી કપડાની ચોરી કરીને તસ્કરો પલાયન થઇ ગયા હતા.

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરમાં મોડીરાત્રીના સુમારે તસ્કરો દ્વારા જવેલર્સની દુકાનોને નિશાન બનાવ્યા હતા જેમાં લુણાવાડા મુખ્ય હાર્દ સમા એવા પરા બજારમાં આજે મોડી રાત્રીએ તસ્કરોએ જવેલર્સની દુકાનોને નિશાન બનાવ્યા હતા જેમાં ચાર જવેલર્સ માં (૧)હેતલ જવેલર્સ (૨)માણેક જવેલર્સ (૩) ભગવતી જવેલર્સ (૪) અંબીકા જવેલર્સ ના તાળા તુટયા હતા જયારે શ્રીજીપેલેસ કપડાંની દુકાનમાંથી તસ્કરોએ કપડાં ની તસ્કરી કરીને પલાયન થઇ ગયા હતા. જાે કે જવલેર્સની દુકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવતા જવેલરીના વેપારીઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી. પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરીને તસ્કરોની ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution