13, ઓગ્સ્ટ 2025
જબલપુર |
2376 |
બેન્કે પોલીસને લૂંટની જાણ 45 મિનિટ પછી કરી, બેન્કમાં સિક્યોરિટી ગાર્ડ પણ ન હતો
મધ્યપ્રદેશના જબલપુરમાં પાંચ લૂંટારુઓ બેન્ક પર ત્રાટક્યા હતા અને માત્ર ૧૮ મિનિટમાં જ ૧૪ કરોડના સોનાની અને પાંચ લાખ રોકડાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તેમની જોકે, બેન્કે ૪૫ મિનિટ પછી ચોરીની જાણ પોલીસને કરી હતી અને બેન્કમાં ચાર વર્ષથી એક સિક્યોરિટી ગાર્ડ પણ નથી.
સિક્યોરિટી ગાર્ડ વગરની બેન્કના કારણે આ લૂંટારુઓને જાણે મોકળું મેદાન મળી ગયું હતું. લૂંટારુઓ બેન્કની ખિતોલા બ્રાન્ચમાં સવારે આવ્યા ત્યારે ફક્ત છ કર્મચારી જ બેન્કમાં હતા. ૯-૦૮ વાગે તો બેન્ક લૂંટી ભાગી ગયા હતા.
લૂંટારુઓ બે મોટરસાઇકલ પર આવ્યા હતા. સીસીટીવીમાં ચહેરો ન આવે તે માટે તેમણે હેલમેટ પહેર્યા હતા. તેમણે આ રીતે બતાવ્યું હતું કે હેલ્મેટ આ રીતે પણ જરૂરી છે. તેઓએ લોકરોમાં રાખેલું ૧૪.૮૭૫ કિ.ગ્રા. ગોલ્ડ લૂંટયું હતું અને પાંચ લાખ રોકડા લૂંટયા હતા.