13, ઓગ્સ્ટ 2025
પટણા |
2277 |
મણીહારીના મેદિનીપુર ગામમાં ગંગાના પાણી ઘરમાં ઘૂસી ગયા
બિહારમાં પૂરથી કેટલાક જિલ્લામાં વિનાશ સર્જાયો છે.ગંગા નદીના જળસ્તરમાં વધારાની અસર કટિહાર જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જિલ્લાના 6 તાલુકા- કુર્સેલા, બરારી, મનિહારી, માનસાહી અને પ્રાણપુર પૂરથી ભારે પ્રભાવિત થયા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં લગભગ 5 લાખની વસ્તી પ્રભાવિત છે. કટિહારમાં ગંગા, કોસી, બારાંડી અને કારી કોસીના જળસ્તરમાં વધારો થવાને કારણે કટિહારમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે.
કટિહારમાં મંગળવારે મણિહારી તાલુકાના મેદિનીપુર ગામમાં ગંગાના પાણીએ આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લીધો છે અને આખું ગામ 4 થી 5 ફૂટ પાણીથી ભરાઈ ગયું હતું. લોકો પાસે હોડી સિવાય પરિવહનનું કોઈ સાધન નથી.
મેદિનીપુર ગામમાં કેટલાક ઘરો આખુંય પાણીમાં ડૂબી ગયું છે. જોકે, તંત્ર પર રહીશોએ આરોપ કર્યો હતો કો, છેલ્લાં એક અઠવાડિયાથી તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું છે પરંતુ, કોઈ પૂછવા પણ આવ્યું નથી. તેઓ પોતાના પરિવાર સાથે રહે છે અને દર વર્ષે ગંગાનું પાણી આ પ્રકારે ઘરમાં ઘુસી જવાથી હાલાકીનો સામનો કરવો પડે છે.
પૂરથી પ્રભાવિત મેદિનીપુર ગામની શાળા પણ પાણીમાં ડૂબી ગઈ છે. શાળા સુધી પહોંચવા પણ લોકોએ હોડીનો સહારો લેવો પડે છે. શાળાનો ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીમાં ગરકાવ છે.