ટેરિફના ટેન્શન વચ્ચે PM મોદીનો આગામી મહિને અમેરિકાની મુલાકાત લે તેવી શક્યતાં
13, ઓગ્સ્ટ 2025 નવીદિલ્હી   |   2574   |  

UNGA સમિટમાં વડાપ્રાઘાન મોદી ટ્રમ્પને મળી શકે છે

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાત લે તેવી શક્યતા છે. જ્યાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ બેઠકમાં ભાગ લેવાના છે.

UNGA ની આબેઠક 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. જ્યારે છેલ્લા દિવસની કાર્યવાહી 29 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ સંભવિત મુલાકાત દરમિયાન પીએમ મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે મુલાકાત નિશ્ચિત માનવામાં આવે છે.

આ ઉપરાંત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત મુલાકાતની ચર્ચા છે, જોકે બંને પક્ષો દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વડાપ્રધાન કાર્યાલય કે વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી આ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું કહેવાય છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution