13, ઓગ્સ્ટ 2025
મુંબઇ |
3069 |
ભારતીય સેના આ ફિલ્મને સમર્થન નહીં આપે તો બંધ થઇ શકે
સલમાન ખાનની સત્ય ઘટના પર આધારિત ફીલ્મ બેટલ ઓફ ગલવાન મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. કહેવાય છે કે, ફિલ્મના વિષયને ભારતીય સેના તરફથી સમર્થન મળતું નથી. જો સેના આ ફિલ્મની સ્ટોરી પર સત્તાવાર પરવાનગી નહી આપે તો સલમાનની આ ફિલ્મ બંધ થઇ જાય તેવી શક્યતા છે. એક રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યુ છે કે, સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનની વાર્તા ભારત-ચીનના ૨૦૨૦ના વિવાદ પર આધારિત છે. બન્ને દેશ વચ્ચે એક હિંસક સંઘર્ષ થયો હતો.ભારતીય સેનાને હવે લાગે છે કે, આ વિષય ઘણો સેન્સિટિવ છે, જેથી તેમણે ફિલ્મને હજી સુધી સત્તાવાર રીતે સમર્થન આપ્યું નથી. સલમાન ખાન આ બાબતે સેના સાથે વાતચીત કરી રહ્યો છે.
જો ભારતીય સેના આ ફિલ્મને બનાવવા પર સમંત નહીં થાય તો, ફિલ્મસર્જકે આ પ્રોજેક્ટને બંધ કરવો પડશે નહો તો સ્ટોરીમાં મોટા ફેરફાર કરવા પડશે.