ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થયું છતાં ખરીફ વાવેતરની મોટાભાગની કામગીરી પૂરી
13, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   3663   |  

શેરડી તથા મકાઈનો વાવેતર વિસ્તાર સામાન્ય કરતા નોંધપાત્ર વધુ

વર્તમાન વર્ષના ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું થવા છતાં, ખરીફ વાવણીની કામગીરી સામાન્ય સરેરાશ વાવણી વિસ્તારના ૯૦ ટકા જેટલી પૂરી થઈ ગયાનું કૃષિ મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે. ગયા વર્ષના ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં ૮૭ ટકા ખરીફ વાવણી પૂરી થઈ હતી.

ખરીફ વાવણીનો સામાન્ય વિસ્તાર ૧૦૯૬.૬૫ લાખ હેકટર છે જેની સામે વર્તમાન મોસમમાં ૯૯૫.૬૩ લાખ હેકટર વિસ્તાર પર વાવણીની કામગીરી પૂરી થઈ છે. ગયા વર્ષની મોસમમાં ૮ ઓગસ્ટ સુધીમાં ૯૫૭.૧૫ લાખ હેકટર પર વાવણી પૂરી થઈ હતી.

વર્તમાન વર્ષમાં ચોમાસાનો પ્રારંભ દેશભરમાં સારો રહેતા ખરીફ વાવણીની કામગીરીમાં આ પ્રગતી શકય બની છે. ડાંગરનું વાવેતર સામાન્ય વિસ્તારના ૯૦.૫૦ ટકા પૂરું થયું છે જે ગઈ મોસમના ૮ ઓગસ્ટ સુધીમાં ૮૦.૭૦ ટકા વિસ્તાર પર પૂરું થયું હતું. કડધાન્યની વાવણી સામાન્ય વિસ્તારના ૯૯ ટકા પૂરી થઈ ગઈ છે જેમાં મકાઈનું વાવેતર સામાન્ય વિસ્તાર કરતા ૧૬ ટકા વધુ થયું છે. આવી જ સ્થિતિ શેરડીમાં જોવા મળી રહી છે જેની વાવણી સામાન્ય કરતા ૯ ટકા વધુ થઈ હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.

જો કે અન્ય પાકો જેમ કે કઠોળ, તેલીબિયાં , કપાસ તથા શણનું વાવેતર ગઈ મોસમની સરખામણીએ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution