રજત પાટીદારના સ્થાને આયુષ બદોનીનો સમાવેશ : રિંકુ સિંહ ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, નવેમ્બર 2026  |   2772


રજત પાટીદારે ઇજાની ચિંતાને કારણે છઝ્રઝ્ર રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાંથી નામ પાછું ખેંચ્યું છે. દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીને તેમના સ્થાને ઇન્ડિયા છ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. રિંકુ સિંહને ટીમના નવા વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છેBCCIએ રવિવારે ટીમમાં ફેરફારની જાહેરાત કરી હતી. બોર્ડના જણાવ્યા અનુસાર, પાટીદારે પોતાની ઇજાઓને સંભાળવા માટે ૫૦-ઓવર ફોર્મેટમાં પસંદગી માટે પોતાની અનુપલબ્ધતા વ્યક્ત કરી હતી. પાટીદારને ૧૪ નવેમ્બરથી શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટ્રોફી માટે એક દિવસ પહેલા મધ્યપ્રદેશના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાેકે, BCCIના નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે પાટીદાર ભવિષ્યની ૫૦-ઓવરની ટુર્નામેન્ટ માટે પણ ઉપલબ્ધ રહેશે કે નહીં. આયુષ બદોની તાજેતરમાં ઉત્તમ ફોર્મમાં છે. તેણે રણજી ટ્રોફીમાં ગુજરાત અને ઝારખંડ સામે બેવડી સદી ફટકારી છે. બદોની દિલ્હીનું પણ નેતૃત્વ કરે છે.

પાટીદારને અગાઉ ઇન્ડિયા એ ટીમના વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઇજા થયા બાદ, રિંકુ સિંહે આ જવાબદારી સંભાળી. તિલક વર્મા ટીમના કેપ્ટન રહેશે. રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ ૧૯ નવેમ્બરે બાંગ્લાદેશ એ અને હોંગકોંગ વચ્ચેની મેચથી શરૂ થશે. ભારતને ગ્રુપ મ્ માં પાકિસ્તાન છ, નેપાળ અને ેંછઈ સાથે મૂકવામાં આવ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution