ડિગ્રી હોય કે નોકરી, મહિલાઓને તો ‘ગૃહિણી’ જ ગણવામાં આવશે : HC 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026  |   2277

કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ મામલાની સુનાવણી વેળા ‘ગૃહિણી’ શબ્દની વ્યાખ્યા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. 

કોર્ટે કહ્યું કે જે મહિલા પોતાના પરિવારના સભ્યોની સેવા કરે છે અને તેમની સંભાળ રાખે છે, તેને 

ગૃહિણી માનવામાં આવશે, ભલે તેની પાસે કેટલીય ઊંચી શૈક્ષણિક ડિગ્રી હોય અથવા તે નોકરી કરતી હોય. જસ્ટિસ ચિલ્લાકુર સુમલતાની બેન્ચે આ ટિપ્પણી કર્ણાટક માર્ગ પરિવહન નિગમની બસ સાથે થયેલા અકસ્માતના વળતર સંબંધિત કેસમાં કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ મહિલાને ગૃહિણી માનવા માટે તે અભણ હોવી કે માત્ર ઘરનું કામ કરતી હોવું જરૂરી નથી.અકસ્મતમાં થયેલી ઈજાઓને કારણે પોતાની આવકના નુકસાનનો ઉલ્લેખ કરીને મહિલાએ વળતરની રકમ વધારવાની માગ કરી હતી. જાેકે, બેંગલુરુ સ્થિત મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલએ આવકની સંભાવનાના આધારે વળતર આપવાનો ઇનકાર કર્યો હતો.  KSRTCએ દલીલ કરી હતી કે અકસ્માત સમયે મહિલા નોકરી કરતી હતી તેનો કોઈ મજબૂત પુરાવો નથી.  KSRTCએ એવો પણ દાવો કર્યો હતો કે મહિલાએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવાથી તેને માત્ર ‘ગૃહિણી’ તરીકે ગણી શકાય નહીં.

કર્ણાટક હાઈકોર્ટે પરિવહન નિગમની આ દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે પોતાના ઘરમાં પરિવારના સભ્યોની સેવા કરતી દરેક મહિલાને ગૃહિણી માનવામાં આવશે, પછી ભલે તેની પાસે ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન કે ડોક્ટરેટની ડિગ્રી હોય.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution