અમેરિકામાં ગુજરાતી ડાયસ્પોરા સમક્ષ ભૂપેન્દ્ર પટેલે ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ રજૂ કર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026  |   5346

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસના સાતમા દિવસે ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાતી ડાયસ્પોરાને સંબોધતા ગુજરાતની વિકાસયાત્રા, આગામી વર્ષોના વિઝન અને રોકાણની તકો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી તથા ભારતીય સમુદાયને ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા તેમજ રાજ્યમાં રોકાણ કરવા આહવાન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. વર્ષ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ ગુજરાતની જવાબદારી સંભાળી ત્યારે રાજ્ય સામે વીજળી, પાણી, રસ્તા અને દરિયાકાંઠા સહિત અનેક પડકારો હતા. વિકાસલક્ષી આયોજન અને નીતિઓના પરિણામે ગુજરાત આજે દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૧મી આવૃત્તિનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી તથા ભારતીય સમુદાયને ગુજરાતમાં રોકાણ કરવાની તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાતની વિકાસયાત્રામાં ડાયસ્પોરાની ભાગીદારી વધુ મજબૂત બને તેવો સંદેશ તેમણે આપ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution