ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની શપથવિધિ શરૂ, જૂના જોગીઓના સ્થાને નવા ચહેરાએ લીધા શપથ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, સપ્ટેમ્બર 2021  |   990

ગાંધીનગર-

ભાજપે ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી હોવાનું સામે આવ્યુ છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવામાં નહી આવે. ભાજપે અપનાવેલ આ નવા વ્યૂહ હેઠળ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ અજમાવ્યો છે. ભૂતકાળમાં ભાજપે મહાનગરપાલિકાનીઓની ચૂંટણીમાં આ પ્રકારે ‘નો રિપિટ થિયરી’ અપનાવીને મહાનગરોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. જોકે આજે આખરે આતુરતાનો અંત આવ્યો છે. અને ગુજરાતના નવા મંત્રી મંડળની રચના થઈ રહી છે. ત્યારે 

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સંભવિત સભ્યોની યાદી

(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ 

(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી 

(3) કીર્તિસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય

દક્ષિણ ગુજરાત

(1) નરેશ પટેલ, ગણદેવી (st )

(2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ )

(3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST

(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન

(5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ

(6) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ

અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ

રાઘવજી પટેલ ( પટેલ )જામનગર

બ્રિજેશ મેરજા ( પટેલ )મોરબી

દેવા માલમ ( કેશોદ) કોળી

કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય

આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )

જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )

(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી

(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST

(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી

(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી )

(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST

(6) મનીષા વકીલ (વડોદરા શહેર) SC

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution