/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

બિગ બોસ વિનર રુબિનાએ ગુરુ માના લીધા આશીર્વાદ,ઘરે મહેમાનગતિ કરાવી

મુંબઇ

બિગ બોસ 14ની ટ્રોફી જીત્યા બાદ રુબિના દિલૈક તેના સેલિબ્રેશનમાં વ્યસ્ત જોવા મળી રહી છે. ફ્રેન્ડ્સ અને પરિવાર સાથે સેલિબ્રેશન કર્યા બાદ રુબિનાએ કિન્નર સમાજના ગુરુ માનું તેના ઘરે સ્વાગત કર્યું હતું. રુબિનાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેમના આશીર્વાદ લેતી અને તેમની સાથે ફોટો ક્લિક કરાવતી જોવા મળી રહી છે.


ફ્રેમમાં રુબિનાની સાથે અભિનવ પણ જોવા મળી રહ્યો છે. પોતાના કેપ્શનમાં, રુબિનાએ તેવો પણ ખુલાસો કર્યો છે કે, ગુરુ મા અભિનવને મળવા માગતા હતા, કારણ કે તે તેમને સારો વ્યક્તિ લાગે છે. વીડિયોમાં રુબિના તેમને ચા-નાસ્તો આપતી જોવા મળી રહી છે. આ સિવાય જ્યારે ગુરુ મા ઘરે જાય છે ત્યારે તેમને ગિફ્ટ પણ આપી રહી છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, 'અન્નુજી અમને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા! તેઓ કિન્નર સમાજના ગુરુ મા છે અને તેઓ મારા શો #Shaktiના ભાગ રહ્યા છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution