BJPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ આજે બોટાદની મુલાકાતે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, સપ્ટેમ્બર 2020  |   4257

બોટાદ-

ભાવનગરના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવામાં આવ્યા છે. જેને લઈ આજે ભારતીબેન શિયાળ બોટાદ ખાતે આવતા હોય ત્યારે માર્કેટીંગ યાર્ડ ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા બે દિવસ પહેલા તેમની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાંથી એક માત્ર બોટાદ-ભાવનગરના મહિલા સાંસદ એવા ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવામાં આવ્યા છે. જેને લઈ બોટાદ અને ભાવનગરના ભારતીય જનતા પાટીના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાય ગયો છે.ત્યારે આજે ભારતીબેન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા બાદ દિલ્હીથી પ્રથમ વાર બોટાદ આવી રહ્યા હોય જેને લઈ બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે બપોરના 2 કલાકે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બરવાળા શહેરના નાવડાના ઢાળે બરવાળા શહેર અને તાલુકાના ભાજપ આગેવાનો દ્વારા સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે. આમ બોટાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution