કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપનું હલ્લાબોલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026  |   1980

દિલ્હીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને ગઈકાલે કોંગ્રેસે કરેલા પ્રદર્શનના ઘેરા પડઘા ગુજરાતના રાજકીય માહોલમાં પડ્યા છે. કોંગ્રેસની આ કાર્યવાહીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ ખાતેના કોંગ્રેસ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’માં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં પ્રદેશના પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આક્રમક વિરોધ પ્રદર્શનને પગલે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ઝોન ૭ સહિત આસપાસના વિવિધ પોલીસ સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે તૈનાત કરી દેવાઈ હતી.  સ્થિતિ પર કાબૂ મેળવવા અને પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા માટે કોંગ્રેસ ભવન તરફ આવતા મુખ્ય રસ્તાઓ પર પોલીસે ડબલ લેયરમાં બેરિકેડ્સ લગાવીને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. કોંગ્રેસ કાર્યાલયથી ૫૦ મીટર દૂર ભાજપના નેતાઓને રોકી રાખવામાં આવ્યા હતા. તમામને કોંગ્રેસ કાર્યાલય પાસેના બેરિકેટ પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. બીજીતરફ ૨૨ જુલાઈએ વહેલી સવારે ૧૦ વાગ્યાની આસપાસ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવને કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. જે બાદ રેલી કાઢવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા.રાજીવ ગાંધી ભવનથી રેલી નીકળીને હજુ તો ચાર રસ્તા પાસે પહોંચે ત્યાં જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રેલીમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસની ગાડી પર ચઢી ગયા હતા. જેમને નીચે ઉતારવા પોલીસે પણ ગાડી પર ચઢવું પડ્યું. તો ધારાસભ્ય અમિત ચાવડા, ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં પોલીસને પરસેવો છૂટ્યો હતો. ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.

ભાજપ લાજવાના બદલે ગાજી રહી છે: અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક વખત પેપર પરીક્ષા રદ થઈ. ભાજપના નેતાઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે. ભાજપના મળતિયાઓ દ્વારા આખી શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ કરવામાં આવી છે. જેનો આક્રોશ આખા દેશમાં યુવાનો કરી રહ્યા છે. એક એક પરિવાર શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે રસ્તો પર ઊતરી ગયા છે. ૨૨ લોકોએ આત્મહત્યા કરી તો તેમના ન્યાય માટે લોકો રસ્તા પર ઊતરે છે અને પ્રધાનમંત્રી કઈ બોલતા નથી. અંગ્રેજાેના શાસનમાં જે જુલમ નહીં થયો તેવો જુલમ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવે છે. યુવતીઓને ઘસડી ઘસડીને મારવામાં આવી છે. જ્યારે રાહુલ ગાંધી વિરોધ કરવા માટે પહોંચ્યા તો તેમણે પણ ઘસેડીને અટકાયત કરવામાં આવે વાત કરવા માટે તૈયાર થતા નથી. પ્રિયંકા ગાંધી સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. લોકો સ્વયં ભૂ સરકાર પાસે જવાબ માંગે છે. નરેન્દ્ર મોદી અને જનરલ ડાયર દેશના લોકોની માફી માંગે તેવી માગ છે. અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે જે લોકોએ વિદ્યાર્થીઓને માર્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે. જે લોકોએ આત્મહત્યા કરી તો ભાજપના નેતાઓ તેમના ઘરે જઈ શકતા નથી. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. બંદોબસ્તની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨,૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓને સ્થળ પર ગોઠવી દેવાયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution