લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, નવેમ્બર 2026 |
2673
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓના હુમલામાં શહીદ થયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (જીર્ઁં) જવાનોના પાર્થિવ દેહને વતન પહોંચાડવાની વ્યવસ્થાને લઈને વિવાદ સર્જાયો છે. બંને જવાનોના મૃતદેહ તાબૂત વગર ડમ્પર ટ્રકમાં લાવવામાં આવ્યા હોવાનો ભાજપના ધારાસભ્ય શગુન પરિહારે આક્ષેપ કર્યો છે. તેમણે આ ઘટનાને શહીદોનું અપમાન ગણાવી પોલીસ અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસે પણ આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નિશાન બનાવ્યા છે.કિશ્તવાડના ભાજપના ધારાસભ્ય શગુન પરિહારે આરોપ લગાવ્યો હતો કે આતંકવાદીઓના હુમલામાં શહીદ થયેલા બંને પોલીસ જવાનોના પાર્થિવ દેહને તાબૂત વગર સીધા ડમ્પરમાં રાખીને તેમના પૈતૃક ગામ સુધી પહોંચાડાયા હતા. કરિયાર ગામમાં બંને જવાનોના અંતિમ સંસ્કાર કરાયા હતા. દરમિયાન ધારાસભ્ય શગુન પરિહાર અને વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્મા પણ હાજર રહ્યા હતા.