લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026 |
2277
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા ગોમતી તળાવમાંથી ૬૨ વર્ષીય કરિયાણાના વેપારી માંગીલાલ જૈનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. અગમ્ય કારણોસર તળાવમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ડાકોર પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. જાણીતા વેપારીના અચાનક અવસાનથી વેપારી આલમ અને રહીશોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરી ડાકોરમાં કરિયાણાનો વેપાર કરતા માંગીલાલ જૈન કયા સંજાેગોમાં તળાવ સુધી પહોંચ્યા તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. સ્થાનિક લોકોએ તળાવમાં મૃતદેહ તરતો જાેતાં જ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. વેપારીના આકસ્મિક અવસાનને કારણે તેમના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં ડાકોર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજાે મેળવ્યો હતો. મોતનું ચોક્કસ કારણ જાણી શકાય તે માટે પોલીસે મૃતદેહને ડાકોરની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે હોસ્પિટલમાં જરૂરી કાગળો તૈયાર કરીને પીએમની પ્રક્રિયા હાથ ધરી હતી. આ બનાવ અંગે ડાકોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. વેપારીનું મોત દુર્ઘટના છે કે અન્ય કોઈ કારણસર થયું છે તે તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તબક્કે પોલીસે પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસ તપાસ પૂર્ણ થયા પછી જ મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલમાં ડાકોર પોલીસે તમામ શક્ય કારણોની દિશામાં તપાસ લંબાવી છે.