20, ઓક્ટોબર 2020
2079 |
મુંબઇ
લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 11 “ની રનર-અપ રહેલી ટીવીની મશહૂર એકટ્રેસ હિના ખાન જ્યારથી આ શોમાંથી બહાર આવી છે, ત્યાથી તે સતત ચર્ચામાં રહે છે. જ્યારે હીનાને શો માં તેના એટીટ્યુડના કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર તેનો સિક્કો ચાલી રહ્યો છે. ટીવી એક્ટ્રેસ હિના ખાન લૉકડાઉન હતું ત્યારે પણ ઘરે જ હતી અને રમઝાન મહિના ચાલી રહ્યો હતો. ત્યારે પણ હિના ખાન ચાહકોને એન્ટરટેઈન કરવાની એક પણ તક ગુમાવતી નહોતી.
ત્યારે હવે સોશિયલ મીડિયા પર હિનાએ એકદમ હોટ તસવીરો શેર કરી છે અને ફેન્સને ઘાયલ કરી નાંખ્યા છે. આ તસવીરોમાં તે એકદમ જોરદાર બોલ્ડ લાગી રહી છે અને હોટ પોઝ આપી રહી છે. આ તસવીરો આમ તો ઈન્સ્ટા પર શેર કરવામાં આવી છે પરંતુ તે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે.