/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

બોલીવુડ સ્ટાર આમિર ખાનનો સ્ટાફ કોરોના પોઝિટિવ!

બોલિવૂડના સુપર સ્ટાર આમિર ખાનના સ્ટાફના સદસ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ખુદ આમિર ખાને જ એક ટ્વિટ કરીને આ વાત શેર કરી છે. તેણે જણાવ્યું હતું કે તેના ઘરના અન્ય સદસ્યોના ટેસ્ટ પણ કરાવાયા હતા જે નેગેટિવ આવ્યા છે.

આમિર ખાને માહિતી આપતાં જણાવ્યું હતું કે હું તમને કહેવા માગું છું કે મારા સ્ટાફના કેટલાક લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. એ તમામને તરત જ કોરોન્ટઇન કરી નાખવામાં આવ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓએ ઝડપ દાખવીને તેમને મેડિકલ સવલત આપી છે. આ માટે હું તેમનો આભારી છું. બીએમસી સારી રીતે તકેદારી રાખે છે. આ સાથે આખી સોસાયટીને સેનેટાઇઝ કરીને ડિસઇન્ફેક્ટ કરી દેવાઈ છે.

આમિરે જણાવ્યું હતું કે અમારા તમામનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો. અમે તો નેગેટિવ આવ્યા છીએ હવે મારી માતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો છે. ઘરમાં તે અંતિમ વ્યક્તિ છે જેનો ટેસ્ટ બાકી છે. પ્રાર્થના કરો કે તેનો રિપોર્ટ નેગેટિવ આવે. જે પ્રોફેશનાલિઝમ સાથે બીએમસીએ અમારી સંભાળ રાખી છે તે માટે હું ફરીથી તેમનો આભારી છું. આમિર ખાને કોકીલાબહેન હોસ્પિટલના ડોક્ટર અને નર્સો તથા સ્ટાફનો પણ આભાર માન્યો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution