મુંબઈ-

હિન્દી ફિલ્મોના જાણીતા ફિલ્મ સંપાદક વામણ ભોંસલે નુ, સોમવારે સવારે નિધન થયુ હતુ. તેઓ 89 વર્ષના હતા, અને લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે ઝજુમી રહ્યા હતા. તેમના નિધનની વાત ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇએ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચારને ટ્વીટ કરી આપી હતી. સુભાષ ઘાઇએ લખ્યુ કે- ' વામન ભોંસલે સરની આત્માને શાંતિ મળે. મારી પ્રથમ ફિલ્મ 'કાલિચરણ' ના તેઓ જીનિયસ એડિટર હતા, જે પછીથી 'ખલનાયક' સુધી મારી બધી ફિલ્મોના સંપાદક શિક્ષક રહ્યા હતા. મને મારી 'તાલ' જેવી ફિલ્મોના, સંપાદન માટે પ્રેરણા આપી હતી. તેઓ એક મહાન શિક્ષક હતા. '

વામન ભોંસલેના નિધનથી મનોરંજન જગતમાં શોકનુ મોજુ છે. વામન ભોંસલે 1952 માં મુંબઇમાં એડિટર ડી.એન. પાઈની દેખરેખ હેઠળ, બોમ્બે ટોકીઝમાં તાલીમ લીધી હતી, અને ત્યારબાદ 12 વર્ષ સુધી ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં સહાયક સંપાદક તરીકે કામ કર્યું હતુ. 1967 માં રાજ ખોસલા દ્વારા દિગ્દર્શિત, 'દો રાસ્તે' માં મુખ્ય સંપાદક તરીકે વામનનો પહેલો મોટો પ્રોજેક્ટ હતો, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી વામને, 'મેરા ગાંવ મેરા દેશ', 'દો રાસ્તે', 'ઇનકાર', 'દોસ્તાના', 'ગુલામ', 'અગ્નિપથ', 'હિરો', 'કાલીચરણ', 'રામ લખન' અને જેવી ઘણી ફિલ્મો માં કામ કર્યા છે. સૌદાગર એ તેમની 'એડિટ કરેલી બ્લોકબસ્ટર મૂવીઝ છે. વામન ભોંસલેનુ મૃત્યુ એ મનોરંજન જગતને એક ન પૂરાય તેવી ખોટ છે.