/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આ મહિનામાં કોર્ટ મેરેજ કરશે ટેલિવિઝન એક્ટર શાહીર શેખ....

મુંબઇ 

થોડા દિવસ પહેલા ટેલિવિઝન એક્ટર શાહીર શેખે તે રુચિકા કપૂર સાથે રિલેશનશિપમાં હોવાની વાતને ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કરી હતી. રુચિકા કપૂર એકતા કપૂરના ફિલ્મ ડિવિઝનની હેડ છે. આ મહિનાના અંતમાં શાહીર રુચિકા સાથે લગ્ન કરી લેવાનો છે. એક્ટર છેલ્લા દોઢ વર્ષથી રુચિકાને ડેટ કરી રહ્યો છે અને તેઓ કોર્ટ મેરેજ કરવાના છે. આ સિવાય ઘરે પણ નાનકડી સેરેમની થશે. જેમાં માત્ર તેમના પરિવારના સભ્યો જ હાજર રહેશે. શાહીર અને રુચિકા વર્ષ 2021માં પારંપરિક રીતે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, 'શાહીર ખૂબ જ અંગત વ્યક્તિ છે અને તે પોતાના પર્સનલ લાઈફ વિશે વધારે વાત કરતો નથી. તેણે ભૂતકાળમાં પણ ક્યારેય આવું કર્યું નથી. બે વર્ષ પહેલા ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ના મેકિંગ દરમિયાન તેમની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. આખરે હવે તેણે રિલેશનશિપને નવું નામ આપવાનું નક્કી કર્યું છે'.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, 'મહામારીના કારણે કપલ સાદગીથી લગ્ન કરશે. મુંબઈમાં સેરેમની કરતાં પહેલા શાહીર તેના જમ્મુ સ્થિત ઘરે નાનું ફંક્શન કરવાનું વિચારી રહ્યો છે. જો મહામારીની સ્થિતિ ઠીક થઈ ગઈ તો, તેઓ આવતા વર્ષના ફેબ્રુઆરીમાં મુંબઈમાં પારંપરિક રીતે લગ્ન કરશે'.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution