લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓક્ટોબર 2026 |
1782
અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ જવાના રસ્તા પર એસએમસીની ટીમે ફાયરિંગ કર્યું હતું. એસએમસીની ટીમ શાહીબાગથી બુટલેગરની ગાડીનો પીછો કરી રહી હતી, પરંતુ બુટલેગર ભાગી રહ્યો હતો. આ દરમિયાન બુટલેગરે એસએમસીની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતા એસએમસીની ટીમે બુટલેગરની ગાડી પર ફાયરિંગ કર્યું. જાે કે ફાયરિંગ થતા જ બુટલેગર ત્યાંથી ભાગી ગયો હતો. એસએમસીની ટીમને બાતમી મળી હતી કે, અસારવાના ખંડુભાઈ દેસાઈ હોલ પાસે દારૂ કટીંગ થઈ રહ્યું છે. બુટલેગર અનુપ ઠાકોર ઉર્ફે મેકો રતનસિંહ ઠાકોરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જેથી એસએમસીની ટીમ ત્યાં પહોંચી હતી. એસએમસીની ટીમને જાેઈને બુટલેગર ત્યાંથી ભાગ્યો હતો જેથી એસએમસીની ટીમે બુટલેગરનો પીછો કર્યો હતો. બુટલેગર શાહીબાગ ડફનાળા થઈ એરપોર્ટ તરફ ભાગ્યો હતો. ત્યારે એસએમસીની ટીમ પણ બુટલેગરનો પીછો કરી રહી હતી.એરપોર્ટ સર્કલથી બુટલેગર ઇન્દિરા બ્રિજ તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે સરસ્વતી પાર્ક સોસાયટી પાસે એસએમસીએ બુટલેગરની ગાડી રોકી હતી. આ સમયે એસએમસીની ટીમ પર બુટલેગરે ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. બુટલેગર પર પોલીસ દ્વારા બચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જાે કે બુટલેગર ત્યાંથી નાસી ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે એસએમસી દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવવામાં આવી.