લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓક્ટોબર 2026 |
3168
બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ જનરલ સેક્રેટરી પ્રમોદ કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. તેમના પર સત્તાનો દુરુપયોગ, નાણાકીય ગેરરીતિઓ, તપાસમાં અસહકાર અને તપાસ પ્રક્રિયામાં અવરોધ લાવવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ફેડરેશને સ્પષ્ટ કર્યું છે કે આ સસ્પેન્શન વચગાળાનું છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. મંગળવારે મ્હ્લૈં દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે કુમાર સામેના આરોપોની તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય અથવા સક્ષમ અધિકારી દ્વારા આદેશમાં ફેરફાર ન થાય ત્યાં સુધી તેઓ જનરલ સેક્રેટરી પદ પરથી સસ્પેન્ડ રહેશે. પ્રમોદ કુમાર પર ૧૬ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન હિમાચલ પ્રદેશના નાહનમાં યોજાનારી મ્હ્લૈં એલીટ મેન્સ એન્ડ વિમેન્સ ઓપન બોક્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬ રદ કરવા અંગે ચાલી રહેલી તપાસમાં સહકાર ન આપવાનો પણ આરોપ છે.ફેડરેશનના પત્ર મુજબ, કુમાર પર એક ગંભીર બાબતની તપાસમાં અસહકાર કરવાનો, તેમજ સ્વતંત્ર તપાસ પ્રક્રિયાને પ્રભાવિત કરવા અને અવરોધવા માટે ગેરકાયદે અને દુર્ભાવનાપૂર્ણ નોટિસ જારી કરવાનો આરોપ છે. અગાઉ, કુમારે ફેડરેશનના પ્રમુખ અજય સિંહ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.મ્હ્લૈંના આદેશ મુજબ, પ્રમોદ કુમાર સસ્પેન્શનના સમયગાળા દરમિયાન મહાસચિવ તરીકે કોઈપણ ફરજાે બજાવી શકશે નહીં.