લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, સપ્ટેમ્બર 2026 |
2376
ભારત સમૃદ્ધ બનતાં પહેલાં વૃદ્ધોનો દેશ બની જશે એવું એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ ૨૦૫૦ સુધીમાં ભારતની ૨૦ ટકા વસ્તી ૬૦ વર્ષથી વધુ ઉંમરની હશે. સરેરાશ પાંચમાંથી એક ભારતીય ૬૦ વર્ષથી વધુ ઉંમરનો હશે અને આ વૃદ્ધ લોકોમાંથી લગભગ દસમાંથી ૭ ગ્રામીણ ભારતમાં રહેતા હશે. ટ્રાન્સફોર્મ રૂરલ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે ભારતની વસ્તી સમૃદ્ધ બનતાં પહેલાં વૃદ્ધ થઈ રહી છે, જ્યારે ઘણા વિકસિત દેશો એમની વસ્તી વૃદ્ધ થવાનું શરૂ થાય એ પહેલાં જ સમૃદ્ધ બની ગયા હતા. ૨૦૦૧માં દરેક
વૃદ્ધ વ્યક્તિની સંભાળ રાખવા માટે ઉપલબ્ધ કાર્યકારી વયના લોકોની સંખ્યા ૮.૪ હતી જે ૨૦૨૬ સુધીમાં ઘટીને સરેરાશ ૫.૨ થવાનો અંદાજ છે. ભારતનું પરંપરાગત જીવન કુટુંબઆધારિત સંભાળ મોડલ પર આધારિત છે. જાેકે હવે એના પર દબાણ આવી રહ્યું છે અને પરિવારો વિખૂટા પડી રહ્યા છે. પરિવારો પહેલાં કરતાં નાના થઈ ગયા છે, યુવા પેઢીઓ કામ પર બહાર જઈ રહી છે અને લોકો લાંબું જીવી રહ્યા છે. આમ છતાં લગભગ ૯૪ ટકા વૃદ્ધોની સંભાળ હજી પણ ઘરની અંદર જ કરવામાં આવે છે. જાેકે સંભાળ રાખનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. વૃદ્ધ લોકોની સંભાળને માટે આશરે ૧.૧ કરોડ નવી નોકરીઓનું નિર્માણ શક્ય છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ દરરોજ આશરે ૩૦૫ મિનિટ પગાર વગરના ઘરના કાર્યમાં વિતાવે છે, જ્યારે પુરુષો આવા કામ માટે માત્ર ૫૬ મિનિટ વાપરે છે.