20, નવેમ્બર 2024
495 |
અમદાવાદ શહેરના એસ.જી. હાઇવે પરની ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડ મામલે આખરે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી છે. જેમાં ત્રણ અલગ અલગ પીઆઈની આ કેસમાં નિમણૂક કરવામાં આવી છે.સાથે યુ. એન. મહેતાના ડોક્ટર અને વિભાગ સાથે કનેક્ટેડ એક્સપર્ટ પણ હતા.તપાસ સોંપતા આ મામલામાં પકડાયેલા ડૉ. પ્રશાંત વજીરાણીની ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડી મેળવી તપાસ હાથ ધરી છે. ખ્યાતી હોસ્પિટલ કેસમા તપાસ તેજ કરવામાં આવી છે.હોસ્પિટલની તપાસ માટે સરકારી સીએની નિમણૂક કરવામા આવી છે.પોલીસ તપાસમા દર્દીની કાચી રસિદ અને રીપોર્ટ પણ મળ્યા છે.પોલીસે તપાસમા વધુ બે મિલીન પટેલ અને રાહુલ જૈનના નામ આરોપી તરીકે ખોલ્યા છે.મંગળવારે જ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે એફઆઇઆર સિવાય પણ આરોપીઓના નામ ખૂલી શકે છે.પોલીસે તમામ આરોપીના બેંક અકાઉન્ટ અને હોસ્પિટલના મળી ૧૫ અકાઉન્ટ સીઝ કર્યા છે.તપાસ પેનલમા ડોક્ટરને સાથે રાખી ઓપરેશનમા બેદરકારી સામે આવી તેને લઈ તપાસ માટે વધુ રિમાન્ડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માંગવામાં આવશે.વર્ષ ૨૦૨૨મા એક દર્દીના મોત મામલે વસ્ત્રાપુરમા જાણવા જાેગ દાખલ થઈ હતી તેની પણ તપાસ રિ ઓપન કરવામા આવશે.ઝ્ર્રી ચિરાગ રાજપુત, મિલીન્દ પટેલ, રાહુલ જૈન વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાયા છે.ચિરાગ રાજપુતે વર્ષ ૨૦૨૧ મા હોસ્પિટલ ખરીદી હોવાનુ સામે આવ્યુ છે. કોઈ અધિકારી કે કર્મચારી ની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવશે. આરોપીએ અલગ અલગ ૪ કેમ્પ કર્યા હતા ,જેમા આવેલા દર્દી ની તપાસ કરવામા આવી રહી છે.