16, જુલાઈ 2025
1584 |
નવી દિલ્હી: બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે. જેમાંથી એક ખેડૂતોના હિતમાં ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં આજે કેબિનેટ બેઠકમાં ૨૪,૦૦૦ કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચ સાથે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે. જેમાં ૩૬ યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. તેમજ સરકારે ગ્રીન એનર્જીમાં રોકાણ માટે ૭,૦૦૦ કરોડ મંજૂર કર્યા છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ માં, નાણામંત્રી ર્નિમલા સીતારમણે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી, જેને હવે મંત્રીમંડળની મંજૂરી મળી ગઈ છે. આ યોજના હેઠળ, કૃષિ જિલ્લાઓનો વિકાસ કરવામાં આવશે. આ યોજના ઓછી ઉત્પાદકતા, પાકનું ઓછું વાવેતર અને સરેરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા ૧૦૦ જિલ્લાઓને લક્ષ્ય બનાવશે.
આ યોજના હેઠળ, પાક વૈવિધ્યકરણ, ટકાઉ અને આબોહવા-સ્થિતિસ્થાપક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, લણણી પછીની સંગ્રહ ક્ષમતા વધારવા અને ટેકનોલોજી સુધારવા પર પણ ભાર મૂકવામાં આવશે. કેબિનેટે સૌર, પવન અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સમાં રોકાણ વધારવા માટે દ્ગ્ઁઝ્રની પેટાકંપની દ્ગ્ઁઝ્ર ગ્રીન એનર્જી લિમિટેડમાં રૂ. ૨૦,૦૦૦ કરોડના ઇક્વિટી રોકાણને મંજૂરી આપી છે.