મહેસાણાના વિસનગર રોડ ઉપર બે રિક્ષાને કારની ટક્કર : રીક્ષામાં સવાર વૃદ્ધાનું મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, ઓક્ટોબર 2026  |   1980

મહેસાણા શહેરના વિસનગર રોડ પર શિવાય વાટિકા ગેટ સામે પૂરઝડપે આવતી આઈ-૧૦ કારના ચાલકે કાબૂ ગુમાવી બે સીએનજી રિક્ષાઓને જાેરદાર ટક્કર મારી હતી. આ ગંભીર દુર્ઘટનામાં રિક્ષામાં બેઠેલાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ અને રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી કારચાલક વાહન છોડી ફરાર થઈ જતાં મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિક્ષામાં બેસતી વખતે અકસ્માત મહેસાણાના સાકરડ્રીમ સિટી, ગૌરવ ટાઉનશીપમાં રહેતા ૭૨ વર્ષીય નિવૃત્ત અશ્વિનકુમાર સાધુ અને તેમનાં પત્ની સુમિત્રાબેન જૂના ઘરે જવા નીકળ્યા હતા. શિવાય વાટિકા ગેટ પાસે તેઓ રિક્ષાની રાહ જાેઈ રહ્યા હતા. તે સમયે એક સીએનજી રિક્ષા (ય્ત્ન ૦૨ ્ ૬૧૮૭) આવતાં તેમણે રોકી હતી. સુમિત્રાબેન અંદર બેસી ગયા બાદ અશ્વિનકુમાર બેસવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. કારે એક બાદ બીજી રિક્ષાને અડફેટે લીધી વિસનગર તરફથી આવતી સફેદ આઈ-૧૦ કાર (ય્ત્ન ૦૧ ઇઠ ૧૨૩૧)ના ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી આગળ જતી એક રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી, જેથી તે રિક્ષા ડિવાઈડર સાથે અથડાઈને ટાયર ફાટી ગયું હતું. ત્યારબાદ કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં, કાર દંપતી જે રિક્ષામાં બેસતું હતું, તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.

વૃદ્ધાનું મોત અને કારચાલક ફરાર ટક્કરથી રિક્ષા પલટી મારી જતાં સુમિત્રાબેનને માથા તથા મોંના ભાગે અતિ ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે અશ્વિનકુમાર અને રિક્ષાચાલક પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ કારચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર અને પોલીસ તપાસ આસપાસના લોકોએ ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તોને મહેસાણા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તબીબોએ સુમિત્રાબેનને મૃત જાહેર કર્યા હતા. ઈજાગ્રસ્ત અશ્વિનકુમારને લાયન્સ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ રજા અપાઈ છે. આ મામલે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution