લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2026 |
6732
સીબીએસઇ ૧૨માના પરિણામો પછી વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓમાં છેડછાડ અને ગુણ ઘટાડવાના વિવાદ બાદ સરકારે મોટી કાર્યવાહી કરી છે. શિક્ષણ મંત્રાલયે સીબીએસઇના ચેરમેન અને સેક્રેટરીની બદલી કરી છે. વધુમાં, સીબીએસઇ દ્વારા ઓન-સ્ક્રીન માર્કિંગ સેવાઓની ખરીદીની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. રાધા ચૌહાણ ઓન-સ્ક્રીન માર્કિંગ મુદ્દાની તપાસ કરશે. સૂત્રો એ પણ સૂચવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીબીએસઇ-ઓએસએમ બાબત પર નજીકથી નજર રાખી રહ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી એક વિવાદને પગલે થઈ છે જેણે સીબીએસઇની ઉત્તરવહી મૂલ્યાંકન પ્રક્રિયા અને પરિણામ પછીની સેવાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં વ્યાપક અસંતોષ ફેલાયો હતો. તેમની બદલી પહેલા, આઇએએસ અધિકારી રાહુલ સિંહે બોર્ડના ચેરમેન તરીકે સેવા આપી હતી. દરમિયાન આઇએએસ અધિકારી અને સીબીએસઇ બોર્ડના સેક્રેટરી હિમાંશુ ગુપ્તાએ વહીવટ, નાણાં અને માન્યતા જેવા મુખ્ય વિભાગોનું નેતૃત્વ કર્યું હતું, જે બોર્ડના રોજિંદા કામકાજમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા.
એસ. રાધા ચૌહાણની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના
સરકારે આ મામલાની તપાસ માટે એક સભ્યની સમિતિની રચના કરી છે, જેની અધ્યક્ષતા એસ. રાધા ચૌહાણ કરશે. આ સમિતિ ઓએસએમ સેવાઓ માટેની ખરીદી પ્રક્રિયાની વિગતવાર તપાસ કરશે અને ટૂંક સમયમાં સરકારને તેનો અહેવાલ સુપરત કરશે. સૂત્રો સૂચવે છે કે સમિતિ ખાસ કરીને તપાસ કરશે કે કઈ કંપનીને કોન્ટ્રાક્ટ કયા આધારે આપવામાં આવ્યો હતો, બધી પ્રક્રિયાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું કે કેમ અને કોઈ ગેરરીતિઓ થઈ હતી કે કેમ. સીબીએસઇ ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામો જાહેર થયા પછી આ વિવાદ ફાટી નીકળ્યો હતો, જ્યારે વિદ્યાર્થીઓએ તેમની સ્કેન કરેલી ઉત્તરવહીઓ જાેવામાં મુશ્કેલીઓનો અહેવાલ આપ્યો હતો.
ઝ્રમ્જીઈમાં લોખંડે પ્રશાંત સીતારામ નવા ચૅરમેન, વરુણ ભારદ્વાજ સચિવ તરીકે નિયુક્ત
કેન્દ્ર સરકારે ઝ્રમ્જીઈ સંબંધિત બાબતોમાં એક મોટું વહીવટી પગલું ભર્યું છે, બોર્ડના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. વરિષ્ઠ આઇએએસ અધિકારી લોખંડે પ્રશાંત સીતારામને સીબીએસઇ ના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અમલદાર વરુણ ભારદ્વાજ ઝ્રમ્જીઈના નવા સચિવ બનશે. વધુમાં સીબીએસઇ દ્વારા ઓન-સ્ક્રીન માર્કિંગ સેવાઓની ખરીદી પ્રક્રિયાની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
રિ-વેલ્યુએશનમાં ૨ મિનિટમાં ૧૫ લાખ હિટ્સ, ફાઈલ એક્સેસ કરવાનો પ્રયાસ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહીઓના પુન:મૂલ્યાંકન માટે ઓનલાઈન અરજી કરી રહ્યા છે. આ દરમિયાન બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, પોર્ટલ પર મોટા પાયે સાયબર હુમલાઓ થયા છે, પરંતુ તેમ છતાં સાયબર સુરક્ષા ટીમે તેને નિષ્ફળ બનાવ્યા છે. હજારો વિદ્યાર્થીઓએ કોઈ મોટી પરેશાની વગર પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.સીબીએસઈના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ હાલમાં એક સમયે ૮૦૦૦થી વધુ યુઝર્સને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. મંગળવારે બપોરે ૩ વાગ્યા સુધીમાં ૧૬૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પોતાની અરજી સબમિટ કરી ચૂક્યા હતા. પરંતુ, બોર્ડે જણાવ્યું કે, જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધી, તેમ તેમ કેટલાક તોફાની તત્વોએ પોર્ટલની સેવાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં થયેલા સાયબર હુમલામાં માત્ર ૨ મિનિટની અંદર પોર્ટલ પર અંદાજે ૧૫ લાખ હિટ્સ નોંધાયા હતા. આ સિવાય, ૧ લાખથી વધુ વખત અનધિકૃત રીતે પોર્ટલની ફાઈલો સુધી પહોંચવાનો અને ડેટા ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જાે કે, આટલા મોટા હુમલા છતાં CBSE ની સાયબર સુરક્ષા ટીમ સતત એક્ટિવ રહી હતી, અને આ હુમલાઓનો સામનો કરીને પોર્ટલની સેવાઓ સામાન્ય રાખવામાં સફળતા મેળવી હતી. બોર્ડનું કહેવું છે કે, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે તેમની ટેકનિકલ ટીમ ચોવીસ કલાક મોનિટરિંગ કરી રહી છે.વિદ્યાર્થીઓ તરફથી મળેલા ફીડબેકના આધારે બોર્ડે પોર્ટલમાં કેટલાક મહત્વના સુધારા પણ કર્યા છે. આ અંતર્ગત હવે પોર્ટલ પર ‘સેશન ટાઈમ લિમિટ’ વધારી દેવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ભરવા અને જરૂરી દસ્તાવેજાે કે માહિતી અપલોડ કરવા માટે વધુ સમય મળી રહે. આ ફેરફારથી હવે સમગ્ર પ્રક્રિયા પહેલા કરતા ઘણી સરળ બની ગઈ છે.