ગાંધી આશ્રમ અને કબા ગાંધીના ડેલાના વહીવટમાં ફેરફાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2026  |   1683

ગુજરાતમાં મહાત્મા ગાંધીજીના જીવન અને વારસા સાથે જાેડાયેલી બે ઐતિહાસિક સંસ્થાઓના વહીવટમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અમદાવાદના સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ તથા રાજકોટના ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ અને કબા ગાંધીના ડેલાની જવાબદારી હવે શિક્ષણ વિભાગને બદલે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સંભાળશે. આ ર્નિણયથી આ ઐતિહાસિક સ્થળોના સંચાલન અને નાણાકીય વ્યવસ્થામાં આગામી સમયમાં ફેરફાર જાેવા મળશે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ મુજબ, ગાંધીજીના જીવન, વિચારો અને ઐતિહાસિક વારસા સાથે સંબંધિત સંસ્થાઓની કામગીરી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કાર્યક્ષેત્ર સાથે વધુ સુસંગત હોવાથી વહીવટી જવાબદારી અન્ય વિભાગને સોંપવાનો ર્નિણય લેવાયો છે. અત્યાર સુધી આ બંને સંસ્થાઓનું સંચાલન શિક્ષણ વિભાગ હેઠળ થતું હતું. હવે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમના વહીવટની જવાબદારી સંભાળશે. આ ફેરફાર પાછળ ઐતિહાસિક વારસાની જાળવણી અને સંબંધિત પ્રવૃત્તિઓના સંચાલનને યોગ્ય વહીવટી માળખા હેઠળ લાવવાનો અભિગમ હોવાનું માનવામાં આવે છે.

અગાઉ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટને એડહોક ધોરણે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. બીજી તરફ, રાજકોટના કબા ગાંધીના ડેલામાં કાર્યરત અંશકાલીન કર્મચારીઓના પગાર અને સંસ્થાના નિભાવ માટે વાર્ષિક ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. આ નાણાકીય સહાય બજેટમાં પરચુરણ અનુદાન હેઠળ સ્ટેન્ડિંગ ચાર્જીસ તરીકે દર્શાવવામાં આવતી હતી. કમિશનર શાળાઓની કચેરીની દરખાસ્તને ધ્યાનમાં લીધા બાદ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે આ જવાબદારી સ્વીકારવા સંમતિ આપી હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮થી નવી વ્યવસ્થા

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બંને સંસ્થાઓ માટે જરૂરી ગ્રાન્ટની ફાળવણી અને નાણાકીય વ્યવસ્થા શિક્ષણ વિભાગ જ સંભાળશે, કારણ કે ચાલુ વર્ષનું બજેટ આ વિભાગ હેઠળ મંજૂર થયું છે. જાેકે, નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮થી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અલગથી બજેટ જાેગવાઈ કરવામાં આવશે. આથી આગામી વર્ષથી બંને ઐતિહાસિક સંસ્થાઓની નાણાકીય જવાબદારી નવા વિભાગ હેઠળ આવશે. ગાંધીજીના વારસાની જાળવણી સાથે સંકળાયેલા આ ફેરફારથી સંસ્થાઓના વહીવટ અને બજેટની કામગીરી નવી વ્યવસ્થા મુજબ આગળ વધશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution