વાડજમાં ડ્રેનેજ કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી : એક શ્રમિક દટાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026  |   4950

શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સેક્ટર-૨ રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી. આ અકસ્માતમાં કામ કરી રહેલો એક શ્રમિક માટીના ઢગલા નીચે દટાયો હતો.ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોની ભારે જહેમત બાદ શ્રમિકને ભેખડમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં શ્રમિકને ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી છે.સમગ્ર ઘટનાને પગલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ.ના જણાવ્યા અનુસાર, આ ઘટના ૨૩ ઓગસ્ટના રોજ બપોર પછી ઘટી હતી. અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે તપાસ ચાલી રહી છે, પરંતુ રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાની નોંધાઈ નથી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution