જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટયું પૂરથી ૧૧નાં મોત : અનેક લોકો ગુમ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026  |   5346

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંચ જિલ્લામાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું છે. ૧૧ લોકોના મોત થયા છે.અનેક લોકો ઘાયલ થયા છે. મુશળધાર વરસાદને કારણે ઘણા ઘરો, રસ્તાઓ અને પુલોને ભારે નુકસાન થયું છે.

પ્રશાસન, સેના અને રાહત એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે લોકોને નદીઓ, નાળાઓ અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે. રાજૌરી અને પૂંચના નીચલા વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે. સેના, પોલીસ, એસડીઆરએએફ અને અન્ય એજન્સીઓની ટીમો રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે સ્થાનિક તંત્ર સાથે કામ કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ કામગીરી ચાલી રહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસો સુધી જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આનાથી અચાનક પૂર, ભૂસ્ખલન અને નદી અને નાળાના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાનું જાેખમ રહેલું છે. આ આપત્તિએ ઘણા પરિવારોના જીવનને ગંભીર અસર કરી છે. ઘણા ઘરોને નુકસાન થયું છે, જ્યારે ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળોએ કામચલાઉ રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.



નાગાલેન્ડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં આઠ લોકોનાં મોત 

નાગાલેન્ડના મોન જિલ્લામાં રવિવારે સવારે સતત મુશળધાર વરસાદ વચ્ચે થયેલા મોટા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા અને ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ડિફેન્સ કોલોની વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ૧૦ થી ૧૫ ઘરો દટાઈ ગયા, જેમાં ૧૩ ઘરો સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. મુખ્યમંત્રી નેફિયુ રિયોએ ઊંડી સંવેદના વ્યક્ત કરી અને મૃતકોના પરિવારોને તાત્કાલિક સહાય અને અસરગ્રસ્ત પરિવારોને રાહત સહાયની જાહેરાત કરી. મોન ડેપ્યુટી કમિશનર વેનયેઈ કોન્યાકે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે, અને ચાર અન્ય કાટમાળ નીચે દટાયેલા છે. તેમણે કહ્યું, “સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો મોન ટાઉન અને તિઝિટ છે. સવારે ૧ વાગ્યાની આસપાસ ભારે વરસાદ શરૂ થયો હતો અને અમને સવારે ૬-૭ વાગ્યાની આસપાસ ભૂસ્ખલનના અહેવાલો મળ્યા હતા.” એનડીઆરએફ, પોલીસ, આસામ રાઇફલ્સ, એનડીઆરએફઅને સ્થાનિક લોકોની ટીમો શોધ અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. અત્યાર સુધીમાં, અમે કાટમાળમાંથી ચાર મૃતદેહો બહાર કાઢ્યા છે, જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. બાર અન્ય ઘાયલ થયા છે. અનેક સ્થળોએ શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution