/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

CM રૂપાણીની જાહેરાત: ખુલ્લા મેદાનમાં ગમે એટલા લોકો ભેગા થાય કોઈ લિમિટ નથી, પણ લગ્નમાં..

ગાંધીનગર-

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પત્રકાર પરિષદ યોજીને મહત્ત્વની જાહેરાત કરી છે. CM રૂપાણીએ પ્રસંગોમાં છૂટછાટ આપવા અંગે જણાવ્યું હતું કે, ભારત સરકારની ગાઈડલાઈન્સ અનુસાર લગ્નમાં 100થી વધુ માણસોની હાજરી ન હોવી જોઈએ. સમારોહ કે ફંક્શન બે કલાકમાં પૂર્ણ થતા હોય છે પણ જો ખુલ્લા મેદાનમાં કોઈ કાર્યક્રમ કરવામાં આવે તો કોઈ નિશ્ચિત માણસોની મર્યાદા નથી. 

જ્યાં ભંગ થશે ત્યાં દંડ લેવામાં આવશે. યોગ્ય પગલાં ભરવામાં આવે. ખુલ્લામાં કે જાહેર મેદાનમાં માણસોની કોઈ સંખ્યા કે મર્યાદા અંગે ગાઈડલાઈન્સ ન હોવાની વાત મુખ્યમંત્રીએ કરી છે. આ સાથે રાજ્યમાં વર્ષ 1995થી ચાલતો RR સેલ નાબુદ કરવા માટે પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ RR સેલ નાબુદ કરવાની જાહેરાતની સાથોસાથ કહ્યું કે, 1995ની સાલથી રેપિડ રિસ્પોન્સ સેલ અસ્તિત્વમાં હતો. જે રેન્જ આઈજી તથા ડીઆઈજીના માર્ગદર્શન હેઠળ કામ કરતો. પણ હવે SPને વધુ સત્તા આપવામાં આવશે. 

સરકાર તરફથી રાજ્યમાં તમામ કામગીરીને પારદર્શી બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ કર્મચારીના યુનિફોર્મમાં બોડીકેમેરા લગાવવામાં આવશે. PI,PSIના ડ્રેસમાં કેમેરા લાગશે. જેથી એમનો પ્રજા સાથેનો વ્યવહાર સીધી રીતે જોઈ શકાય. કંટ્રોલ રૂમમાંથી કેમેરાનું મોનિટરિંગ કરાશે. રક્ષક જ ભક્ષક બની જાય એવું રાજ્યમાં હવે નહીં થાય. આવી કોઈ પ્રવૃતિને ચલાવી લેવામાં નહીં આવે. જૂનાગઢમાં LRDના જવાનોના ગરબાના કાર્યક્રમ મુદ્દે DGP આશિષ ભાટિયાએ પોતાના વિભાગનો બચાવ કરી કહ્યું હતું કે, આ બધાના ટેસ્ટ થયેલા હતા. કોઈ બીમાર પડે એવી વસ્તુ નથી. કોરોના વાયરસની અસર કોઈનામાં જોવા મળી ન હતી. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution